एक कुसुम सम्राटनी अदाथी झूकीने मने फूल धरी गयो Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
एक कुसुम सम्राटनी अदाथी झूकीने मने फूल धरी गयो Gujarati Kavita By Naresh K. Dodia |
एक कुसुम सम्राटनी अदाथी
झूकीने मने फूल धरी गयो
हुं फूल लेवा जरा जुकी अने
मारां होठे चुमी गयो…
ए भमरानी जात समो माणस
ह्रदयमां अनेक फूलोनी परागरज मुकी गयो
आजे ए घटनां बन्या पछी
मारा ह्रदयमां अनेक प्रकारना
जात जातनां
रंगबेरंगी
जुदी जुदी सुंगधना
अलग अलग आकारनां
अलग अलग देखाव धरावतां
लागणी फूलोनी फलिंतांडनी प्रक्रिया
सतत एना शब्दानुभावनां स्पर्श थकी चालु रहे छे
मारा ह्रदयनी धरा लेटिन
अमेरीकाना वर्षावनो जेवी भीनी अने
लीलीछम थइने महेकती रहे छे
सतत खेडाती ह्रदयधरा पर
चास पडता कयारेक दर्द थाय छे..
पण ए दर्दनी परिभाषा एटली मीठी छे के
वारमवार ए दर्द सहेतुं रहेवुं गमे छे..
आव मारा धरतीपुत्र!
तारा शस्त्रोसंरजाम साथे…
आ ह्रदयधरा तने सतत आहवान आपे छे
कोइ सातबारनां उतारा विनां तुं खेडतो रहे..
ने मारी उर्मिओनां मबलख पाकने लणतो रहे..
-नरेश के.डॉडीया
એક કુસુમ સમ્રાટની અદાથી
ઝૂકીને મને ફૂલ ધરી ગયો
હું ફૂલ લેવા જરા જુકી અને
મારાં હોઠે ચુમી ગયો…
એ ભમરાની જાત સમો માણસ
હ્રદયમાં અનેક ફૂલોની પરાગરજ મુકી ગયો
આજે એ ઘટનાં બન્યા પછી
મારા હ્રદયમાં અનેક પ્રકારના
જાત જાતનાં
રંગબેરંગી
જુદી જુદી સુંગધના
અલગ અલગ આકારનાં
અલગ અલગ દેખાવ ધરાવતાં
લાગણી ફૂલોની ફલિંતાંડની પ્રક્રિયા
સતત એના શબ્દાનુભાવનાં સ્પર્શ થકી ચાલુ રહે છે
મારા હ્રદયની ધરા લેટિન
અમેરીકાના વર્ષાવનો જેવી ભીની અને
લીલીછમ થઇને મહેકતી રહે છે
સતત ખેડાતી હ્રદયધરા પર
ચાસ પડતા કયારેક દર્દ થાય છે..
પણ એ દર્દની પરિભાષા એટલી મીઠી છે કે
વારમવાર એ દર્દ સહેતું રહેવું ગમે છે..
આવ મારા ધરતીપુત્ર!
તારા શસ્ત્રોસંરજામ સાથે…
આ હ્રદયધરા તને સતત આહવાન આપે છે
કોઇ સાતબારનાં ઉતારા વિનાં તું ખેડતો રહે..
ને મારી ઉર્મિઓનાં મબલખ પાકને લણતો રહે..
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a comment