लग्न करीने आवी त्यारथी मारो साथीदार रहेलो अरिसो, Gujarati Kavita By Naresh K. Dodia

लग्न करीने आवी त्यारथी मारो साथीदार रहेलो अरिसो, Gujarati Kavita By Naresh K. Dodia
लग्न करीने आवी त्यारथी मारो साथीदार रहेलो अरिसो, Gujarati Kavita By Naresh K. Dodia
लग्न करीने आवी त्यारथी
मारो साथीदार रहेलो अरिसो,
एने कदी मारी जातने माराथी संताडी नथी

आजे मारी ४२मी वर्षगांठनां दिवसे
ए मारा चाहिता अरिसा सामे मारी जातने
में नवेसरथी रजु करी..
अने ए नपावट अरिसो!
थोडी वार सुधी मने टीकी टीकीने जोतो ज रह्यो
एटले में पण एनी सामे आंख मिचकारी लीधी!!

जेम जिममां मारी साथे एकसरसाइझ करतां
बीजा युवानो यंग छोकरीओने भूलीने मारी सामे
पुतळा बनी निष्पलक मने ताकता होय ए रीते

अने प्रेलो फूटडॉ यंग जीम-इन्स्ट्रकचर
यंग छोकरीओने बदले हमणा हमणा मने
वधुं पडतुं एटेन्सन आपतो हतो अने
मारी सामे माखणनां पडीका छोडतो रहेतो हतो

अने शा माटे मने एटेन्सन ना आपे??

पांच फूट अग्यार इंच उंचाइ-६५किलो वजन
लांबा,काळा अने घाटा वाळ…स्पोटलेश…
व्हाइट एन्ड ग्लोसी स्किन…बदामी आंखो…
३०इंचनी कमर धरावतुं..मारी सीमेट्रीकल बोडी
अने अफाट रणमां मीठी विरडी जेवुं मारी स्मित!!

हमणा हमणा वारेवारे एक वात याद अपावे छे!
“मेम,तमारा जेवुं इम्प्रुवमेन्ट आज सुधी जीमनी
कोइ लेडीए करी बताव्युं नथी…अने मेम!
तमने जोइने कोइ ना कहे के तमे ४२ ना छो!!!

अने मारी ओफिसमां काम करतां युवान कर्मचारीओमां
खास करीने बे युवानो……..मेडमने खूश करवा माटे
एक पण बहानुं जतुं करतां नहोतां….
एमानां एक युवान जे आर्टीस्ट हतो
एने मारा ज्न्मदिवसमां मारी नवी हेरस्टाइल वाळॉ
स्केच बनावी मने गीफट आप्यो.

मने मारो बे वर्ष पहेलानो जन्मदिवसनो प्रसंग याद आव्यो

एक ८८ किलो वजनवाळी स्त्री
पोताना चरबीवाळा पेटने साडीमां
छुपाववानी कोशिश करती रहेती हती..
त्यारे एनां पतिए ए स्त्रीनां कानमा कह्युं
“खंडहर बता रहा है के…इमारत कितनी बुंलद होगी,”

ए स्त्रीनां एना पतिना मुखेथी नीकळेला शब्दो
हथॉडानी जेम वागता हता,अने आ दर्दना क्रारणे
आंखोमांथी आंसुओ नीकळी गयां

अने आजे ४२मी वर्षगांठनी उजवणी पुरी थतां
ए स्त्रीने एनांथी सात वर्ष वधुं उमर धरावतो   
पति ए स्त्रीने थ्रीपिस पारदर्शक गाउनमां
निष्पलक नयने निहाळतो हतो…
त्यारे ए स्त्रीने पोताने 
टीकी टीकीने निहाळता अने मस्का मारतां
एक पछी एक बधा युवानो फिल्मनां रीलनी 
जेम आंख सामे आवता हतां अने मनोमन 
विचारती हती स्त्रीनां शरीरमां एवुं शुं छे जे
दरेक पुरुषनी आंखने ललचाववां मजबूर करतुं हशे?                  

काश ! आजे ए स्त्री पण मजाकमां एना पतिने 
कही शकती होत के
“खंडहर बता रहा है के…इमारत कितनी खस्ताहाल थी..”

पण ए एक स्त्री होवाने लीधे अने लांबा लग्नजीवनना
कारणे एटलुं एनी समजमा आवी गयुं छे के….
“घरनी वात धर सुधी ज रहे ए सारुं छे..”
- नरेश के.डॉडीया
            
લગ્ન કરીને આવી ત્યારથી
મારો સાથીદાર રહેલો અરિસો,
એને કદી મારી જાતને મારાથી સંતાડી નથી

આજે મારી ૪૨મી વર્ષગાંઠનાં દિવસે
એ મારા ચાહિતા અરિસા સામે મારી જાતને
મેં નવેસરથી રજુ કરી..
અને એ નપાવટ અરિસો!
થોડી વાર સુધી મને ટીકી ટીકીને જોતો જ રહ્યો
એટલે મેં પણ એની સામે આંખ મિચકારી લીધી!!

જેમ જિમમાં મારી સાથે એકસરસાઇઝ કરતાં
બીજા યુવાનો યંગ છોકરીઓને ભૂલીને મારી સામે
પુતળા બની નિષ્પલક મને તાકતા હોય એ રીતે

અને પ્રેલો ફૂટડૉ યંગ જીમ-ઇન્સ્ટ્રકચર
યંગ છોકરીઓને બદલે હમણા હમણા મને
વધું પડતું એટેન્સન આપતો હતો અને
મારી સામે માખણનાં પડીકા છોડતો રહેતો હતો

અને શા માટે મને એટેન્સન ના આપે??

પાંચ ફૂટ અગ્યાર ઇંચ ઉંચાઇ-૬૫કિલો વજન
લાંબા,કાળા અને ઘાટા વાળ…સ્પોટલેશ…
વ્હાઇટ એન્ડ ગ્લોસી સ્કિન…બદામી આંખો…
૩૦ઇંચની કમર ધરાવતું..મારી સીમેટ્રીકલ બોડી
અને અફાટ રણમાં મીઠી વિરડી જેવું મારી સ્મિત!!

હમણા હમણા વારેવારે એક વાત યાદ અપાવે છે!
“મેમ,તમારા જેવું ઇમ્પ્રુવમેન્ટ આજ સુધી જીમની
કોઇ લેડીએ કરી બતાવ્યું નથી…અને મેમ!
તમને જોઇને કોઇ ના કહે કે તમે ૪૨ ના છો!!!

અને મારી ઓફિસમાં કામ કરતાં યુવાન કર્મચારીઓમાં
ખાસ કરીને બે યુવાનો……..મેડમને ખૂશ કરવા માટે
એક પણ બહાનું જતું કરતાં નહોતાં….
એમાનાં એક યુવાન જે આર્ટીસ્ટ હતો
એને મારા જ્ન્મદિવસમાં મારી નવી હેરસ્ટાઇલ વાળૉ
સ્કેચ બનાવી મને ગીફટ આપ્યો.

મને મારો બે વર્ષ પહેલાનો જન્મદિવસનો પ્રસંગ યાદ આવ્યો

એક ૮૮ કિલો વજનવાળી સ્ત્રી
પોતાના ચરબીવાળા પેટને સાડીમાં
છુપાવવાની કોશિશ કરતી રહેતી હતી..
ત્યારે એનાં પતિએ એ સ્ત્રીનાં કાનમા કહ્યું
“ખંડહર બતા રહા હૈ કે…ઇમારત કિતની બુંલદ હોગી,”

એ સ્ત્રીનાં એના પતિના મુખેથી નીકળેલા શબ્દો
હથૉડાની જેમ વાગતા હતા,અને આ દર્દના ક્રારણે
આંખોમાંથી આંસુઓ નીકળી ગયાં

અને આજે ૪૨મી વર્ષગાંઠની ઉજવણી પુરી થતાં
એ સ્ત્રીને એનાંથી સાત વર્ષ વધું ઉમર ધરાવતો   
પતિ એ સ્ત્રીને થ્રીપિસ પારદર્શક ગાઉનમાં
નિષ્પલક નયને નિહાળતો હતો…
ત્યારે એ સ્ત્રીને પોતાને 
ટીકી ટીકીને નિહાળતા અને મસ્કા મારતાં
એક પછી એક બધા યુવાનો ફિલ્મનાં રીલની 
જેમ આંખ સામે આવતા હતાં અને મનોમન 
વિચારતી હતી સ્ત્રીનાં શરીરમાં એવું શું છે જે
દરેક પુરુષની આંખને લલચાવવાં મજબૂર કરતું હશે?                  

કાશ ! આજે એ સ્ત્રી પણ મજાકમાં એના પતિને 
કહી શકતી હોત કે
“ખંડહર બતા રહા હૈ કે…ઇમારત કિતની ખસ્તાહાલ થી..”

પણ એ એક સ્ત્રી હોવાને લીધે અને લાંબા લગ્નજીવનના
કારણે એટલું એની સમજમા આવી ગયું છે કે….
“ઘરની વાત ધર સુધી જ રહે એ સારું છે..”
- નરેશ કે.ડૉડીયા

Advertisement