तारुं ना होवुं एटले …ऍटले..Gujarati Kavita By Naresh K. Dodia

तारुं ना होवुं एटले …ऍटले..Gujarati Kavita By Naresh K. Dodia
तारुं ना होवुं एटले …ऍटले..Gujarati Kavita By Naresh K. Dodia
वांझणी सांजो,
पारावार एकलता,
अमास जेवी संळंग रातो,
विषमता भरेली दरेक पळ,
धुंधळी दीशा-चारेय
शांत अने डरावणी निरव भेकारता,
भीडमां न सहेवाइ एवी एकलता,
मौसम विना आंखोनी किनारीनुं छलकाइ जवुं,
वारंमवार एक ज तारा ख्यालनुं
चारेय दीशाओमांथी अथडाय जवुं….

तारुं ना होवुं
एटले …ऍटले..

मारा समस्त अस्तित्वथी लइने
वातावरण सुधी आजुबाजुंना तमाम
आवरणॉने पीडानो एहसास थतो हशे??

आंखोनुं भींजाइ जवुं स्त्रीनी जेम सामान्य थइ गयुं

एक कविने वेदनानी चरमसिमानो एहसास मात्र
तारो खालिपो ज करावी शके छे.

दुनियामां सौथी गमतीने व्यकितथी दूर रहेवुं 
जेवी तेवी वात तो नथी ज..

काश!तारुं दुःख हुं अनुभवी शकतो होत तो?

तो?

आजे मारा नामनी पाछळ’स्वर्गवासी कवि’
एवुं लखातुं होत.!

एक जिंवत व्यकित निर्जीव बनावी शके
एवुं दूरतानुं दुःख मात्र प्रेमीओ ज सही शके छे..

केटला जन्म पछी हुं अने तुं दूरतानां 
आ अभिश्रापमांथी बहार आवी शकीशुं

आजे खबर पडी काव्यनी साथे 
जिंदगीने पण पडतर
रहेवाथी लुणॉ लागी शके छे.
- नरेश के. डॉडीया

વાંઝણી સાંજો,
પારાવાર એકલતા,
અમાસ જેવી સંળંગ રાતો,
વિષમતા ભરેલી દરેક પળ,
ધુંધળી દીશા-ચારેય
શાંત અને ડરાવણી નિરવ ભેકારતા,
ભીડમાં ન સહેવાઇ એવી એકલતા,
મૌસમ વિના આંખોની કિનારીનું છલકાઇ જવું,
વારંમવાર એક જ તારા ખ્યાલનું
ચારેય દીશાઓમાંથી અથડાય જવું….

તારું ના હોવું
એટલે …ઍટલે..

મારા સમસ્ત અસ્તિત્વથી લઇને
વાતાવરણ સુધી આજુબાજુંના તમામ
આવરણૉને પીડાનો એહસાસ થતો હશે??

આંખોનું ભીંજાઇ જવું સ્ત્રીની જેમ સામાન્ય થઇ ગયું

એક કવિને વેદનાની ચરમસિમાનો એહસાસ માત્ર
તારો ખાલિપો જ કરાવી શકે છે.

દુનિયામાં સૌથી ગમતીને વ્યકિતથી દૂર રહેવું 
જેવી તેવી વાત તો નથી જ..

કાશ!તારું દુઃખ હું અનુભવી શકતો હોત તો?

તો?

આજે મારા નામની પાછળ’સ્વર્ગવાસી કવિ’
એવું લખાતું હોત.!

એક જિંવત વ્યકિત નિર્જીવ બનાવી શકે
એવું દૂરતાનું દુઃખ માત્ર પ્રેમીઓ જ સહી શકે છે..

કેટલા જન્મ પછી હું અને તું દૂરતાનાં 
આ અભિશ્રાપમાંથી બહાર આવી શકીશું

આજે ખબર પડી કાવ્યની સાથે 
જિંદગીને પણ પડતર
રહેવાથી લુણૉ લાગી શકે છે.
- નરેશ કે. ડૉડીયા

Advertisement

No comments:

Post a Comment