बाबा साहेब आंबेडकार विराट हिंदु नेता,जेमां मात्र अने मात्र खुमारी हती Gujrati Article by Naresh K.Dodia

बाबा साहेब आंबेडकार विराट हिंदु नेता,जेमां मात्र अने मात्र खुमारी हती  Gujrati Article by Naresh K.Dodia
बाबा साहेब आंबेडकार विराट हिंदु नेता,जेमां मात्र अने मात्र खुमारी हती  Gujrati Article by Naresh K.Dodia
तवारीख के पन्नो से, Post No 25
बाबा साहेब आंबेडकार विराट हिंदु नेता,जेमां मात्र अने मात्र खुमारी हती 

दलितोद्धार संदर्भे गांधीजी अने डो.आंबेडकरना विचारोमां जमीन आसमान नो भेद हतो. गांधीजी वर्णव्‍यवसथा अने जाती व्‍यवस्‍थाने योग्‍य गणता. जयारे बाबा साहेब तेनो जडमुळथी खात्‍मो बोलाववाना हिमायती हता.


બાબા સાહેબ આંબેડકાર વિરાટ હિંદુ નેતા,જેમાં માત્ર અને માત્ર ખુમારી હતી 

બાબા સાહેબ આંબેડક્ર અને સરદાર પટેલ,આ બે વિરાટ વ્યકિત્વ આપણી આઝાદીનાં બે મજબૂત સ્તંભ..

અત્યાર સુધી બાબાસાહેબનાં જેટલાં ફોટો જોયા છે..એમાનાં એક પણ ફોટોમાં બાબા સાહેબનાં ચહેરે કોઇ પ્રકારની ગ્લાની દેખાતી હોય..પશ્રિમની દુનિયાનાં કોઇ નેતા જેવું વ્યકિત્વ અને હમેશાં શુટમાં જ જોવાં મળે છે...

બાબા સાહેબ એટલે એનાં સમયનાં કોઇ પણ નેતાની ચંચુપાત સહન નહોતાં કરતા...એનાં કામમાં કોઇ દખલ અંદાજી કરે એ એને જરા પણ પસંદ ના હતુ.

આજે કાશ્મીર,આસામ જેવાં રાજ્યોની સમસ્યાં જોઇને બાબા સાહેબની આ વાત કેટલી હદે આજે સાચી લાગે છે," એ સમયે ડૉ.આંબેડકરે ગ્રીસ અને તુર્કીનો દાખલો આપતાં કહ્યું હતું કે,”ગ્રીસ અને તુર્કીની જેમ પધ્ધતીસર વસતિની ફેરબદલી થવી જોઇએ.પાકિસ્તાનમાં રહેતાં શીખ અને હિંદુઓ તમામ હિંદમાં આવી જાય અને હિંદમાં રહેતાં તમામ મુસલમાનો પાકિસ્તાન ચાલ્યાં જાય.આ રીતે પધ્ધતીસર વસતિની ફેરબદલી થશે તો જ દેશમાં શાતિ સ્થાપાશે…જો કે ડૉ.આંબેડકરે એક બીજી વાત પણ કહી હતી કે ગ્રીસ અને તુર્કીની વસતિના મામલે અહિંયાની ફેરબદલી બહું મોટાપાયે છે,પણ કાયમી શાંતિ માટે આ એક જ આખરી ઉપાય છે.

બાબા સાહેબ અને સરદાર પટેલે જે પણ કાર્ય કર્યુ એમાં માત્ર અને માત્ર હિંદુસ્તાન અને પ્રજાની ભલાઇને નજરમાં રાખી હતી...ના કે નહેરુંની જેમ કાશ્મીરનો અલગ મુસદો મુકીને સમગ્ર ભારતને અન્યાય થાય એવું કાર્ય કર્યુ હોય..

જ્યારે હિંદુસ્તાનને આઝાદી મળી ગઇ એ પછી બાબા સાહેબ અને સરદાર પટેલ માત્ર બે જ વ્યકિત એવી હતી જે સંપુર્ણ વસ્તિની ફેરબદલીની તરફેણમાં હતા.

મુસ્લિમોનાં દારુંલ ઇસ્લામની માંગ પૂરી નહી થાય તો એનાં ધાતક પરિણામની અસર શું થશે અમુક હિંદુ નેતાઓ સાથે બાબા સાહેબને બરોબરની જાણકારી હતી.

૧૯૪૦ની ૨૩મી માર્ચે જ્યારે લાહોરમાં મુસ્લિમ લીગે અલગ પાકિસ્તાનનો ઠરાવ   રજૂ કર્યો ત્યારે એના બીજા જ દિવસે બાબા સાહેબે આ વિભાજનની તરફેણ કરી નહેરૂ સહિત અન્ય કોંગ્રેશી નેતાઓને વિચારવા મજબૂર કર્યાં હતાં.આ બાબતે બાબા સાહેબનું સ્પષ્ટ તારણ હતું.બાબા સાહેબનું માનવું હતું જે રીતે ગ્રીસ અને તુર્કીનું વસ્તિનું ફેરબદલ થયુ એ પ્રમાણે હિંદુસ્તાન અને પાકિસ્તાનમાં વસ્તિનું ફેરબદલ થાય તો બંને તરફ ધાર્મિક ધર્ષણ ઉદભવે નહી.

આ સિવાઇ બાબાસાહેબને ભૌગુલિક જાણકારી અને હિંદુ મુસ્લિમ બહુમતીની પુરી જાણકારી હતી..એ સમયે મુસ્લિમ બહુમતી વાળા પાંચ અને હિંદુ બહુમતી વાળા નવ પ્રદેશો હતા.એ સમયે મુસ્લિમો માટે બોલવાં માટે મુસ્લિમ લીગ હતુ પણ હિંદુઓ માટે કોઇ બોલવાવાળું હોય તો બે જ વ્યકિત હતી..સરદાર પટેલ અને બાબા સાહેબ.

બાબા સાહેબ પાસે કેટલી લાંબી દ્રષ્ટી હતી એ જુઓ.એમનાં કહેવાં મૂજબ પંજાબ,સિંધ,નોર્થ વેસ્ટ ફ્રંટીયર,બેંગાલ અને બલુચિસ્તાનનાં મુસ્લિમો હિંદુ લધુમતી સાથે પોતાને મનગમતો વહેવાર કરી શકશે.કારણકે એ રાજયોની સરકારોને ખબર છે કે એ સિવાઇના પ્રદેશોમાં ક્યાય બળવો નહીં થાય..ત્યારે બાબસાહેબે મુસ્લિમ પ્રદેશમાં હિંદુ લધુમતી માટે Joint Electrorates  માંગણી કરી હતી.પરંતુ કોમ્યુનલ એવોર્ડમાં તેમની લાગણી અવગણવામાં આવી હતી..

ઇસ ૧૯૩૨માં બ્રિટનનાં વડાપ્રધાન મેકડોનાલ્ડ હતાં ત્યારે જ કોમ્યુનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો..આ એવોર્ડ અંતરગત મુસ્લિમોને એમની માંગણી મૂજબ બધું મળતુ હતું.મુસ્લિમો માટે ચુનાવી સીટૉ ખાસ અલગ રાખવામાં આવી હતી.તેના સિવાઇ જે વિસ્તારમાં મુસ્લિમની બહુમતી હોય ત્યા તેઓને વધારાની શીટ પણ ફાળવી આપવામાં આવી હતી.આ બધી ઘટનાઓને નેહરૂએ સાક્ષીભાવે જોયા કરી હતી..

એ સમયે મુસ્લિમ લીગનાં પ્રમુખ મૌલાનાં અબ્દુલ કલામે શું કહ્યુ હતુ એ જુઓ,"
આ કરાર દ્રારા મુસ્લિમોને  અલગ પ્રતિનિધિત્વ મળ્યુ એ મહત્વનું નથી પણ મહત્વનું એ છે મુસ્લિમોની ગણનાપાત્ર શકિત છે.ઉપરોકત પાંચ પ્રદેશ પંજાબ,સિંધ,નોર્થ વેસ્ટ ફ્રંટીયર,બેંગાલ અને બલુચિસ્તાનમાં મુસ્લિમોની ભારે બહુમતી છે.જો મુસ્લિમો આ મહાન પગલાને ના ઓળખી શકે તો એમને જીવવાં જેવુ નથી.હવે મુસ્લિમોનાં પાંચ પ્રદેશ અને હિંદુઓનાં નવ પ્રદેશ થયાં છે તો હિંદુઓ એમનાં નવ પ્રદેશમાં મુસ્લિમો સાથે જેવો વહેવાર કરશે એવો જ વહેવાર મુસ્લિમો એમનાં  પાંચ પ્રદેશમાં રહેતાં હિંદુઓ કરી શકશે.શું આ જબરદસ્ત લાભ નથી.શું આ એક મુસ્લિમોનું મજબૂત હથિયાર નથી.."

બાબા સાહેબ એ સમયે પાકિસ્તાનની વિભાજનની તરફદારી કરતાં મુસ્લિમ નેતાઓની મતીથી પૂરેપુરા વાકેફ હતાં.તેથી જ એને એનાં બયાનમાં કહ્યુ હતું કે પાકિસ્તાનની રચનાં કરવાંથી મુસ્લિમ બહુમતી વિસ્તાર વાળા હિંદુઓ કદી સુરક્ષીત નહી રહી શકે..હાલની હાલત કરતાં પણ હિંદુઓની હાલત કફોડી થઇ જશે,અને પાકિસ્તાનમાં રહેતાં હિંદુની સ્થિતિ તુર્કસ્તાનમાં રહેતાં એક અમેરિકન જેવી,અથવાં યુહુદીનાં ઝાર શાસિત રશિયા કે નાઝી જર્મનીમા હોય તેવી જ થવાની છે..." બાબા સાહેબની આ વાત આજે સોએસો ટકા સાચી પડી છે..

બાબા સાહેબે એ વખતે એક વાત કહી હતી,"એ વખતે હિંદુસ્તાની લશ્કરમાં અર્ધાથી વધારે સૈનિકો નોર્થ વેસ્ટ ફ્રંટીયર અને પંજાબ પ્રાંતમાંથી જ આવતાં હતાં અને એમાનાં મોટા ભાગનાં મુસ્લિમો હતાં.આ માટે બ્રિટિશ એ સમયની ભારતિય સરકાર સશક્ત શરીરવાળા સૈનિકોની ભરતી કરતાં હતાં,પણ હકીકતની વાત એ છે કે ૧૮૫૭નાં બળવાં વખતે આ વિસ્તારનાં સૈનિકો બ્રિટીશ સરકારને વફાદાર રહ્યાં હતાં અને ત્યારે ગંગાનાં હરીયાળા પ્રદેશનાં હિંદુબહુમતી સૈનિકોએ બ્રિટીશરો સામે બળવો કર્યો હતો." બાબા સાહેબે આ હકીકતને સાબિત કરતો ૧૮૭૯નો બ્રિટીશ આર્મી સર્વેનો રીપોર્ટ રજુ કર્યો હતો..

માત્ર દલિતોનાં મસિહા તરીકે બાબા સાહેબને ઓળખવાં એની વિરાટ પ્રતિભાને શોભે નહી...બાબા સાહેબ હિંદુસ્તાનમાં હિંદુઓ માટે કેટલાં જાગ્રુત હતાં એ મુદાઓ એમની દલિતનાં મસિહાની છાપ હેઠળ દબાઇ ગયાં છે....આ મહામાનવે હિંદુસ્તાન માટે આખી જિંદગી ખર્ચી નાખી હતી...દરેક હિંદુઓએ એ વાત કદી ના ભૂલવી ના જોઇએ કે બાબસાહેબ માત્ર દલિતોનાં મસિહા નહોતાં એક સાચાં હિંદુસ્તાની અને હિંદુઓના હિતોની સાચી પરવાં કરનારા એક નીડર નેતાં હતાં.

ખિલાફત કમિટીએ એ સમયે ઇસ્લામની સર્વોપરિતાનાં સિધ્ધાંતને સુરક્ષિત કરવાની જાહેરાત કરવામાં એવી રજુઆત કરી કે ભારતીય લશ્કરનો ઉપયોગ મુસ્લિમોની શકિત વિરુધ્ધ ના થવો જોઇએ.ત્યારે મુસ્લિમ લીગે આ જાહેરાતની તરફેણ કરી હતી અને મુસ્લિમ લીગે આ સિધ્ધાંતોને મહોર પણ મારી દીધી હતી.ત્યારે બાબા સાહેબે નીડર બયાન આપ્યુ હતુ એ એનાં જ શબ્દોમાં જુઓ,"થિઓડૉર મોરિસન પણ એ જ માનતાં હતા કે મુસ્લિમો જે ભારતનાં સૌથી ક્રુર અને આક્રમક લોકો છે અને તેઓનું માનવું છે કે ભારતમાં સ્વતંત્ર સરકારની રચનાને અટકાવવાં તેઓ જ પૂરતાં છે.અફધાનો જ્યારે સ્વતંત્ર ભારતમાં ઉતરી આવશે ત્યારે ત્યારે ભારતનાં મુસ્લિમો અહી રહેતાં શીખો અને હિંદુઓ સાથે ભેગા મળવાને બદલે બધા જ વિસ્તાર મુસ્લિમો એક જ ધ્વજ નીચે આવી જશે.ભારતનાં સરક્ષંણ મામલામાં તો હિંદુઓ પોતાની જાતને આગળ ખીણ અને પાછળ કુવા જેવી સ્થિતિ અનુભવતાં હશે..એ વાત ના ભૂલવી જોઇએ કે ૧૯૧૯ના વર્ષમાં આ જ  ખિલાફત ચળવળનાં લોકો અફઘાનિસ્તાનનાં આમીરને ભારત પર આક્રમણ કરવાનાં આમત્રણ આપવાની હદ સુધી ગયા હતા."

અત્યાર સુધી બાબા સાહેબની આ બાજુએ કોઇએ દર્શાવી નથી....ભારતનાં ધડવૈયા એવાં સરદાર જેવાં એક બીજા લોખંડી પુરુષ હતાં.

આજે કાશ્મીર નામની હડ્ડી ભારત સરકારનાં ગળે અટવાયેલી છે.આવી જ એક હકીકત બાબાસાહેબે એ વખતે રજુ કરી હતી.બાબાસાહેબ ભલે કોઇ નાણા નિષ્ણાત નહોતા પણ એનાં હૈયે હિંદુસ્તાનનું હિત વસેલું હતું અને પાકિસ્તાનનાં વિસ્તારનાં પ્રદેશોનાં નાણાકિય લાભનું પાસુ એનાં ધ્યાન બહાર નહોતું.      

એ સમયે હિંદુઓ માટે બાબા સાહેબે લખ્યુ હતુ એ વાંચો,"  આજે જે ભારતીય લશ્કર એ તેને માટે પાકિસ્તાની વિસ્તારો ગણાઇ છે તેમનું નાણાકિય યોગદાન સાવ નજીવું છે.જ્યારે નાણાનો મુખ્ય પ્રવાહ તો હિંદુસ્તાનવાળા વિસ્તારમાથી જ આવે છે..અને આ નાણાના જોરે જ પાકિસ્તાનનાં પ્રદેશોની સરકાર કામ કરી શકે છે..પાકિસ્તાની પ્રદેશો તો હિંદુ પ્રદેશોનું શોષણ કરે છે અને કેન્દ્રીય સરકારને ભાગ્યે જ કંઇ આપે છે.પણ મેળવે છે ધણું.એ સમયે કેન્દ્રની મહેસુલી આવક ૧૨૧ કરોડ હતી જેની સામે ૫૨ કરોડ લશ્કર પાછળ ખર્ચાય છે.હકીકતમાં હિંદુ વિસ્તારમાથી આવતા નાણામાથી બાવન કરોડ મુસ્લિમ વિસ્તારમાથી આવતાં લશ્કર પાછળ ખર્ચાય છે આ તે કેવુ? આ કરૂણતાથી કેટલાં હિંદુઓ માહિતગાર છે.." આ લખવાની હિમ્મત માત્ર બાબાસાહેબમાં જ હતી...

બાબા સાહેબ કેટલા સ્પષ્ટ અને હિમ્મતવાન હતાં એનો એક બીજો દાખલો જોઇએ...બાબા સાહેબ પણ સરદાર પટેલ જેમ નહેરૂનાં અવાજને પોપટીયા અવાજ ગણીને અવગણતાં હતાં.

બાબા સાહેબ કેટલા નીડર હતા તેનો એક દાખલો જુઓ..બાબા સાહેબે પોતાનાં પુસ્તક "થોટ ઓન પાકિસ્તાન"માં લખ્યુ છે કે," કુરબાની માટે ગાયોની જ કતલ કરવાનો ઇસ્લામિક કાનુનમાં આગ્રહ નથી,અને હજ પર જતો મુસલમાન મક્કા કે મદીનામાં ગાયની કુરબાની આપતો નથી,પણ હિંદુસ્તાનમાં એમને બીજા કોઇ પશુની કુરબાનીથી સંતોષ નથી.(પાના.ન.૨૬૭)

હિંદુસ્તાની આજની કાશ્મીર હાલત માટે જવાબદાર ટોળકી જવાહરલાલ નહેરુ,ગોપાલ સ્વાંમી આંયગર અને શેખ અબદુલ્લા છે.૧૯૪૭માં નહેરૂની સુચનાથી શેખ અબદુલ્લા ૩૭૦ની કલમનો મુસદ્દો લઇને બાબા સાહેબ આંબેડકરને મળવા ગયાં ત્યારે બાબાસાહેબ રીતસર શેખને ધમકાવીને કાઢી મુકયા હતાં અને બાબાસાહેબે આવી વાહિયાત માગણી માટે નહેરૂને પણ જાણ કરી હતી,અને નહેરૂની જીદને કોઇ કારણસર માન્ય રાખવી પડી અને આજે કાશ્મીર નામની સમસ્યા એક જ નહેરૂનાં કારણે હિંદુસ્તાની સો કરોડ હિંદુસ્તાનને નડી રહી છે..

બાબા સાહેબ જેવાં દેશહિત ઇચ્છાનારા નેતાં આજે કેટલા છે...બાબા સાહેબ અને સરદાર પટેલ પછી આજનાં સમયમાં આવો નેતાં હિંદુસ્તાનમાં છે...અને જો છે તો એ કોણ છે......

છેલ્લે બાબા સાહેબે પોતાની તંદુરસ્તીની  પરવા કર્યા વગર રાત દિવસ જોયા વગર સખત મહેનત  કરી તૈયાર કરેલા હિદું કોડ બિલનો કરૂણ રકાસ થયો ત્યારે હિદું સમાજને એક સંહિતાએ સાંકળવાનું તેમનું સપનું ભાંગી પડયું. હિન્‍દુ કોડ બિલની પીછેહઠથી બાબાસાહેબ ખૂબ વ્‍યથિત થયા અને નારી મુકિતના યજ્ઞમાં પોતાના પ્રધાનપદની આહુતિ આપી દીધી...

દરેક હિંદુસ્તાની નાગરીકે બાબા સાહેબને દલિત ઉધ્ધારક,બંધારણનાં ઘડવૈયા કરતાં એક સવાયા હિંદુ નેતાં તરીકે યાદ રાખવાં જોઇએ..

એક ખાસ વાતની નોંધ લેવી જોઇએ કે," વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવ  આંબેડકરને મેધાવી વિદ્યાર્થીના નાતે શિષ્યવૃત્તિ આપીને 1913માં તેમને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા મોકલ્યાં હતાં અને અમેરિકામાં કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં રાજનીતિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, માનવ વિજ્ઞાન, દર્શન અને અર્થ નીતિનો ઉંડો અભ્યાસ બાબા સાહેબે કર્યો હતો..ત્યારે અનામત પ્રથા નહોતી અને બાબાસાહેબની મેધાવી પ્રતિભા જોઇને એમણે વિદેશ મોકલ્યાં હતા...કારણકે બાબાસાહેબમાં ખુમારી હતી....લડવાની તાકાત હતી...આ વાત દરેક બાબાસાહેબનાં નામે ચરી ખાનારાઓએ યાદ રાખવી જરૂરી છે...જય ભીમ....જય ભીમ લખવાથી કે જય ભીમનાં નારા લગાવવાથી બાબા સાહેબનો આત્માં કદી ખૂશ થવાનો નથી.પરંતું બાબાસાહેબ જેવી ખુમારી અને લડાયક માનસિકતાં કેળવવાથી બાબા સાહેબનો આત્મા ચોક્ક્સ ખૂશ થશે..દલિતોથી લઇને અધર બેકવર્ડ કલાશમાં આવતાં દરેક લોકોએ બાબા સાહેબ જેવી ખુમારી કેળવવી જરૂરી છે....તો જ "જય ભીમ" નો સાચો મહિમા ગવાશે.                                                                                      
=કોર્નર=
"જે લોકો પોતાનો ઇતિહાસ ભુલી જાય છે તેઓ કયારેય નવો ઇતિહાસ રચી શકતા નથી" એવુ કહેનાર ડો.બાબાસાહેબ આંબેડકરને ઇતિહાસવિદો એ પારાવાર અન્યાય  કર્યો છે. 

- નરેશ કે.ડૉડીયા  
Advertisement