Poet- Lord George Gordon Byron-नी प्रेमकविताओ अने व्यभिचार

Poet- Lord George Gordon Byron-नी प्रेमकविताओ अने व्यभिचार
Poet- Lord George Gordon Byron-नी प्रेमकविताओ अने व्यभिचार 
Byron was the ideal of the Romantic poet, gaining notoriety for his scandalous private life and being described by one contemporary as 'mad, bad and dangerous to know'.

કવિ બાયરન,નામ સાંભળતા જ અઢારમી સદીના મહાન કવિની યાદ આવી જાય.આજે આપણે બાયરનને એક કવિ તરીકે નહીં પણ,એક દિલફેંક અને મિજાજી પ્રેમી તરીકે જાણવાની કોશિશ કરવાની છે.

આ લેખની શરૂઆત કરતાં પહેલા ખલિલ જિબ્રાનનું એક વાકય અહીં લખું છું-“કલાપ્રેમી હ્રદયવાળૉ પુરુષ,કલાચાહક પુરુષ,લેખક કે કવિ વળી કંઇ રીતે એક સ્ત્રીને વફાદાર રહી શકે?કલાકાર તો સતત સ્ત્રીઓના નૂતન અભિગમથી પ્રભાવિત થતો રહે છે. કલાકાર કે કવિ આ જગતનો પ્રેકટિકલ માણસ નથી.તે વ્યવાહર જ જગતની પછડાટ ખાય છે ત્યારે તેને કોઇ સુંવાળા હાથની સહાનૂભૂતિ અને પ્રેમની ભૂખ રહે છે.આ પ્રેમ તેને માત્ર અને માત્ર કોઇ સમજુ સ્ત્રી જ આપી શકે છે.તે પછી કુંવારી હોય કે પરણેલી હોય કે વિધવા હોય.”
બાયરનની પ્રતિભા કેવી હતી?પ્રખ્યાત,કુખ્યાત,વિલાસી,સ્ત્રી સૌંદર્યની કવિતા રચનાર મહાન કવિ,ખૂબસૂરત અને આકર્ષક પુરુષ,અને આ સિવાય અનેક છોગાઓ બાયરન સાથે જોડાયેલા હતાં.

બાયરનની પ્રેમકથાનો આંરંભ માત્ર દસ વર્ષની ઉમરથી જ શરૂ થાય છે.માત્ર દસ વર્ષની ઉમરે મેરીડફ નામની એક છોકરીથી બાયરન પ્રભાવિત થાય છે.મોટા ભાગના યુરોપિયન કવિઓની જેમ બાયરનનો સ્વભાવ પણ એવો જ હતો.જે સ્ત્રીથી પ્રભાવિત થાય તેના ઉપર કવિતા લખી નાંખવી.બાયરને દસ વર્ષની ઉમરે મેરીડફ ઉપર કવિતા લખી.આ ક વિતા વાંચીને મોટી ઉમરના કવિઓ પણ હતપ્રત બની ગયાં.તેઓ માની જ નહોતા શકતા કે આ કવિતા દસ  વર્ષના છોકરડાએ લખી છે,અને લખી હોય તો પણ આ કવિતામાં આટલી તિવ્રતા ના આવી શકે..?

મેરી ચાવર્થના માતાપિતાને આ પ્રેમપ્રકરણની જાણ થતાં મેરી ચાવર્થના લગ્ન જોન માસ્ટર નામનાં એક અંગ્રેજ સાથે કરી નાંખે છે,આ લગ્નથી તરુણ હ્રદયનાં બાયરનને સખ્ત આઘાત પહોંચે છે.આ અનૂભવમાંથી જ બાયરનની શ્રેષ્ઠ રચના જે કહેવાય છે એ ‘ડ્રીમ’નામની કવિતા બહાર પડી.

અમૂક વર્ષો પછી બાયરનને ફરીથી મેરીચાવર્થ સાથે ભેટો થાય છે.તે વખતે મેરી એના પતિ સાથે ઝઘડીને છુટી પડી ગઇ હતી.આ પરિસ્થિતીમાં બાયરનને મેરી સાથે ફરીથી પ્રેમસંબધ શરૂ થાય છે.આ સંબધ થોડા વર્ષો ચાલે છે,પણ એ પછી મેરીને એના પતિ સાથે જોન માસ્ટર સાથે સમાધાન થઇ જતાં બાયરન સાથેના સંબધનો અંત આવે છે.

મેરી ચાવર્થ પરણી એ પછી બાયરનના જીવનમાં અનેક સુંદરીઓ આવીને ચાલી ગઇ હતી.આ સમયે યુવાન બાયરનનો સુર્ય મધ્યાને તપતો હતો.ગોરી છોકરીઓ અને પરણેલી ગોરી મેડમો આ દેખાવડા બાયરન અને તેની કવિતાઓ પાછળ દિવાની હતી.અધિકતર બાયરનની કવિતાઓ સ્ત્રીઓમાં બહું લોકપ્રિય હતી.અંત્યત આકર્ષક વ્યકિત્વના કારણે અન્ય ગોરા પુરુષો પોતાની બહેનો અને પત્નીઓને બાયરનના આકર્ષણથી બચાવવા માટે સતત પ્રયત્નશીલ રહેતાં હતાં.ફક્ત એક જ અલપઝલપ મુલાકાતમાં સ્ત્રીઓ બાયરન પાછળ પાણીપાણી થઇ જતી હતી.

આ દરમ્યાન કેરોલિન લેમ્બ નામની એક લોર્ડની અંત્યંત લાડકી દીકરીનું આગમન થાય છે. કેરોલિનની સગાઇ બાર વર્ષે વિલિયમ લેમ્બ સાથે થઇ ગઇ હતી.આ વિલિયમ લેમ્બ પણ કવિ હતો.. લેમ્બની કવિતાઓથી આકર્ષાઇને કેરોલિન વિલિયમના પ્રેમમાં પડી હતી અને એ પણ ફકત બાર વર્ષની ઉમરમાં. આ લગ્નથી કેરોલિનને ત્રણ સંતાનો થયા હતાં.લોર્ડની દીકરી હોવાને કારણે કેરોલિનનો સ્વભાવ જિદી હતો,પણ ભાવુકતા એનામાં છલોછલ ભરેલી હતી.આ સાલ હતી ઇ.સ. ૧૮૧૨.આ દરમ્યાન કેરોલિન બાયરનની કવિતાઓ વાંચે છે.બાયરનની કવિતાઓએ કેરોલિનના હ્રદયમાં ઊર્મિઓનો મહાસાગર છલકાવી દીધો.અંતે એક પરિણીત સ્ત્રી બાયરનને આકુળવ્યાકૂળ બની ગઇ.

આ સમયે ઇંગ્લેંન્ડમાં બાયરનની પ્રતિભા એક મેઘાવી કવિ તરીકે સ્થાપિત થઇ ગઇ હતી.ઇંગ્લિશ સાહિત્ય ઇતિહાસમાં આ કાળ ‘બાયરન ફિવર’તરીકે ઓળખવામાં આવે છે.આકર્ષણ અને પ્રેમને કોઇ ઉમરબાધ કે કુંવારા કે પરણેલાનું કોઇ પ્રમાણભાન લાગુ પડતું નથી.તેનો પૂરાવો કેરોલિન થકી મળે છે.કેરોલિન પોતાનાં એક જાણિતા એક અંગ્રેન મિત્રનો રોજર્સનો સંપર્ક સાધીને બાયરનને મળવાનો તખ્તો ગોઠવે છે.

આ રોજર્સ પણ પહોચેલી માયા હતો.કેરોલિનનો ઉત્સાહ થંડો પાડવા કહે છે કે બાયરન એક પગે થોડો લંગડો ચાલે છે અને દાંતથી નખ કાંપવાની આદત ધરાવે છે.

કેરોલિન પણ ગાજી જાય તેવી નહોતી.તેની એક સ્ત્રી મિત્ર લેડી વેસ્ટમૂર સંપર્ક ગોઠવીને બાયરન સાથે મુલાકાત ગોઠવવાનું નક્કી કરે છે.અત્યંત ખૂબસૂરત અને સૌંદર્યથી છલોછલ કેરોલિનની મુલાકાત બાયરન સાથે લેડી વેસ્ટમૂર કરાવે છે.પહેલી મુલાકાતમાં જ બાયરન કેરોલિનથી અને કેરોલિન બાયરનથી પ્રભાવિત થાય છે.જે દિવસે બાયરન કેરોલિનને મળે છે એ તારીખમાં બાયરન એક નોંધ ટપકાવે છે-ઓહ!પેલું સુંદર મુખ,મારું ભાગ્યવિધાતા છે.”

અંગ્રેજ સમાજમાં અંત્યત પ્રતિષ્ઠિત મોભો ધરાવતી કેરોલિન સંસ્કૃત અંગ્રેજ સમાજમાં એક કલાપ્રેમી અને સાહિત્યપ્રેમી તરીકે માન ધરાવતી હતી.બાયરન સાથે એનું પ્રેમપ્રકરણ એ સમયે ખૂબ જ ચર્ચાસ્પદ બન્યું હતું.અંત્યત ધનવાન કેરોલિન પોતાની માનપ્રતિષ્ઠા,,તન,મન, અને ધન સઘળુ બાયરન પાછળ ન્યોચ્છાવર કરી નાંખે છે.અમુક સમય સુધી બાયરન સાથેનું પ્રેમપ્રકરણ બરાબર ચાલે છે

ખલિલ જિબ્રાનની વાત સાચી પડે છે-‘કલાપ્રેમી પુરુષ કે કવિ કે કલાકાર કંઇ રીતે એક જ સ્ત્રીને વફાદાર રહી શકે.?’

થોડા સમયમાં જ બાયરનનો મુળ સ્વભાવ છતો થાય છે અને કેરોલિનને બાયરન છેહ આપે છે.આથી વ્યથિત થયેલી ભાવૂક સ્વભાવની કેરોલિન બાયરનને લખે છે,”હું બીજુ કંઇ ચાહતી નથી.હું ફકત એટલું જ ચાહું છું કે તું મને સમયે સમયે યાદ કરજે.”

બાયરન એના સ્વભાવ મૂજબ કેરોલિનને જવાબમાં લખે છે કે,”ઠીક છે!તને સમયે સમયે યાદ કરીશ,કેવળ હું નહી,પણ તારો પતિ પણ તને યાદ કરતો રહેશે.કારણકે તે તારા પતિ સાથે બેવફાઇ કરી છે.મારા માટે તારો પ્રેમ એક શેતાન જેવો રહ્યો છે.”

બાયરનનો આવો નિષ્ઠુર અને દયાહિન જવાબ વાંચીને કેરોલિન પાગલ બની જાય છે.તેના પાગલપણાના ઇલાજ માટે એ સમયે ડૉકટરોએ અથાગ મહેનત કરી.માનસિક ભાંગી પડેલી કેરોલિન સામે બાયરનનું આબેહુબ પુતળુ બનાવીને સળગાવી નાંખવામાં આવ્યું

થોડા સમય પછી કેરોલિન માનસિક આઘાતમાં થી ધીરે ધીરે બહાર આવી ગઇ.થોડા સમય પછી કેરોલિન અચાનક બિમાર પડે છે.

એક દિવસ અચાનક મધરાતે જાગી જાય છે.એને એવું લાગ્યુ કે બાયરનની આકૃતિ મારી બાજુમાં બેઠી છે અને દાંત પીસીને ચિલ્લાઇને કંઇક કહે છે.થોડા દિવસ સુધી રોજ રાતે કેરોલિન ચીખી ઉઠતી-મને બાયરનથી બચાવો.થોડા દિવસોમાં જ બિમાર હાલતમાં કેરોલિન એના પતિના ખોળામાં મૃત્યુ પામે છે.
એક મહાન પ્રેમિકા તેનો પદ અને પ્રતિષ્ઠાને નેવે મુકીને પ્રેમીને પ્રેમ કરવાનો અંજામ શું આવ્યો..?એના પ્રેમીની ધૃણા અને બેવફાઇની હદ બરદાસ્ત ના કરી શકતાં મૃત્યુ પામી….ઓહ પ્રેમ ! તું પણ ક્યારેક યમરાજનો છડીદાર બનીને આવે છે!

ત્યાર બાદ બાયરનના જીવનમાં આના ઇઝાબેલા નામની એક છોકરી આવે છે.આના એક સજ્જ્ન અને સરળ સ્વભાવની છોકરી હતી.આનાને જોઇને બાયરન ખુદ પોતે આનાના પ્રભાવમા આવ્યા હતાં.આના સાથે બે-ચાર મુલાકાત બાદ બાયરનને લાગ્યુ કે આના પણ અન્ય છોકરીઓની જેમ મારી પ્રતિભાના મોહમાં અવી જશે !પણ આવું કઈ જ બન્યું નહીં.

આના બાયરનના પ્રસ્તાવને વિવેકી રીતે ઠુકરાવે છે.આનાનાં આ નિર્ણયથી બાયરન જેવા મહાન પ્રતિભા ધરાવતા કવિને આઘાત પહોંચે છે,પણ બાયરન એક કવિ જેવું નાજુક દિલ નહોતું.બાયરન મનોમન નક્કી કરે છે કે એક દિવસ આ તરુણીને મારી બનાવીને જંપીશ.હવે બાયરન આનાને સીધો લગ્નનો પ્રસ્તાવ મૂકે છે.બે વખત આના લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવે છે અને છેવટે ત્રીજા પ્રયાસે બાયરન આનાને મનાવવામાં સફળ થાય છે.
આનાને લગ્નના દિવસે જ બાયરનના નિષ્ઠુર સ્વભાવનો પરચો મળી ગયો.વેડીંગ સેરીમનિ પૂરી થઇ અને મોટરમાં બેસવાં જતાં હતાં ત્યારે જ બાયરને આનાને કહ્યું કે,”તેં મારો પ્રથમ પ્રસ્તાવ સ્વિકાર્યો હોત તો તું મારી જીવનસંગિની બની શકી હોત,પણ હવે તને ખબર પડશે કે તે એક શેતાન સાથે લગ્ન કર્યા છે.”

સીધી અને સરળ હ્રદયની આના આ આઘાતને પણ જીરવી જાય છે.આના હિંદુસ્તાની નારીની જેમ છેપેલકાટલા જેવા પતિ સાથે ધરાર ધરાર લગ્નજીવન આગળ ધપાવે છે.લગ્ન થયા પછી બાયરન નામનો ભમરો ચમન ચમન ઘુમવાની પ્રવૃતિ ચાલે રાખે છે.એક દિવસ આનાને ખબર પડે છે કે બાયરન એની નાની બહેન ઓગસ્ટા સાથે પણ આડા સંબધ ધરાવે છે.તે સમયનાં ઇંગ્લેન્ડનાં અખબારોએ આ પ્રકરણને ખૂબ ચગાવ્યું હતું.બાયરનને બદનામ કરતાં અનેક લેખોની ઝડી લાગી ગઇ હતી.
ઇંગ્લેન્ડનાં લોકો બાયરન વ્યક્તિત્વ જાણી ચૂક્યા હતાં.બાયરનથી બદનામી સહન ના થતાં છેવટે ઇંગ્લેન્ડ છોડવાનો નિર્ણય કરે છે.

બાયરનના સમયના પ્રખ્યાર કવિ શૈલી સાથે બાયરનને સારાસારી હતી.બાયરનની જેમ એ પણ પ્રતિષ્ઠિત કવિ હતો.શૈલીની સાથે એક કલેયર નામની એક સ્ત્રી રહેતી હતી,તે શૈલીની પત્ની મેરીની ખાસ મિત્ર હતી અને શૈલીએ તેને બહેન બનાવી હતી.બાયરનને હવે કલેયર ગમવા માંડી હતી.
કલેયર ઇંગ્લેન્ડ છૉડીને જિનિવા રહેવાં ચાલી જાય છે.બાયરનને આમે પણ ઇંગ્લેન્ડ છોડવુ હતું એટલે બાયરન ક્લેયરની પાછળ જિનિવા પહોંચે છે. ધીરે ધીરે કલેયરના પરિવાર સાથે ઘરોબો વધારીને કલેયર સાથે નિકટતા કેળવે છે.આ સંબધોને પરિણામે બાયરન થકી કલેયરને એલિગ્રા નામની છોકરીનો જન્મ આપે છે.
એ સમયે લોકોને એમ કહેવામાં આ છોકરી કલેયરની નથી,પણ અન્યની છે અને કલેયર તેની આયા છે.
થોડા સમયમાં બાયરન કલેયરથી પણ ઊબકી જાય છે.બાયરન કલેયરને પડતી મૂકીને વેનિસ ચાલ્યો જાય છે.ભૂમધ્ય સમુદ્રના તડકામાં તપેલી લાલચોળ, મુલાયમ ચામડી વાળી,અફાટ સૌંદર્ય ધરાવતી અને નફ્ફટાઇ માટે જાણીતી ઇટાલિયન લોલિટાઓ બાયરનની પાછળ દીવાની બને છે.
ઇટાલીના વેનિસ શહેર સમા કલા અને સૌંદર્યના ધામમાં બાયરનની પ્રકૃતિ ખૂબ ખીલે છે.મારિયા સેગાતી અને માર્ગારિતી કોન્યે નામની બે છોકરીઓ સાથે બાયરનું પ્રેમપ્રકરણ શરૂ થાય છે.
આ સિવાય પણ રસ્તે ચાલતી આવારા છોકરીઓ સાથે બાયરને વનનાઇટ સ્ટેન્ડની વિધી પણ ચાલુ રાખી હતી.આ વાતની તેજ દિમાગવાળી માર્ગારિતીને ખબર પડતાં બાયરનની પાછળ હાથમાં ખુલ્લુ ખંજર લઇને દોડી અને પછી અચાનક બાયરનને વળગીને ઘ્રુસ્કે ઘુસ્કે રડવાં લાગી.

આ બાજું કલેયર અની પુત્રી એલિગ્રાને શૈલી અને મેરીને શોંપીને ફ્લોરેન્સ ચાલી જાય છે.શૈલી અને મેરી બાયરન અને કલેયરની પાંચ વર્ષની પુત્રી એલિગ્રાને લઇને બાયરન પાસે વેનિસ પહોચે છે.નિષ્ઠુર હ્રદયનો બાયરન એલિગ્રાને એક આશ્રમમાં મૂકી આવે છે.કલેયર ફ્લોરેન્સથી બાયરનને પુત્રીનો ખ્યાલ રાખવાની ભલામણ કરતો પત્ર લખે છે.આ પત્ર મળતાં બાયરન પીતો જાય છે અને તે પછી બાયરન એની દીકરી એલિગ્રાને ખબર કાઢવાં કદી પણ આશ્રમમાં ગયો નહીં,પરિણામે થોડા સમય બાદ બાયરનની દીકરી એલિગ્રા મૃત્યુ પામે છે.

નિર્દયી અને નિષ્ઠુર હ્રદય ના બાપને કારણે એક કળી સમી બાળા ફૂલ બન્યા પહેલા જ મૂરઝાય ગઇ.
બાયરન એક મહાન કવિ,સાધારણ,નિષ્ઠુર,કપટી,ધૃણાસ્પદ વ્યકિતત્વ,વિલાસી,વ્યભિચારી,જેવી અનેક ઉકતિઓ સાથે પ્રખ્યાત કરતાં કુખ્યાત વધારે છે.છતાં પણ આવા લંપટ મહાનુભાવો પાછળ સ્ત્રીઓ પાગલ બને છે….સોચના પડેગા….કહેવાય છે કે બાયરનનાં જીવનમાં ૫૦ ઉપરાંત સ્ત્રીઓ આવી હતી.
નરેશ કે.ડૉડીયા

When we two parted
In silence and tears,
Half broken-hearted,
To sever for years,
Pale grew thy cheek and cold,
Colder thy kiss;
Truly that hour foretold
Sorrow to this.

The dew of the morning
Sank chill on my brow
It felt like the warning
Of what I feel now.
Thy vows are all broken,
And light is thy fame:
I hear thy name spoken,
And share in its shame.

They name thee before me,
A knell to mine ear;
A shudder comes o’er me
Why wert thou so dear?
They know not I knew thee,
Who knew thee too well:
Long, long shall I rue thee
Too deeply to tell.

In secret we met
In silence I grieve
That thy heart could forget,
Thy spirit deceive.
If I should meet thee
After long years,
How should I greet thee?
With silence and tears.

When we two are parted
Lord Byron

Poet- Lord George Gordon Byron-नी प्रेमकविताओ अने व्यभिचार

Advertisement

No comments:

Post a Comment