एक गमता मानवीनी वात आवे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
एक गमता मानवीनी वात आवे Gujarati Gazal By Naresh K. Dodia |
एक गमता मानवीनी वात आवे
शब्दमां मारा फूलो सम भाव आवे
मावजत हुं एमनी एवी करूं के
एक माळीनो फूलो पर प्यार आवे
एक मेघल सांजना आवी चडे ए
स्पर्श साथे वीजळीनी नाद आवे
हाथ जाली ने मने क्या लइ जशे ए?
चाहवानो एक धारो पाथ आवे
जिंदगी अवसर गणीने हुं मनावुं!
ने गझलमां राजवीनो ठाठ आवे
दूर करवी छे हवे आ दूरताने
हुं नजर मांडूं ने तुं साक्षात आवे
यादनो मेळॉ महोतरमांनो लागे
तो खुदा करता वधारे याद आवे
-नरेश के.डॉडीया
એક ગમતા માનવીની વાત આવે
શબ્દમાં મારા ફૂલો સમ ભાવ આવે
માવજત હું એમની એવી કરૂં કે
એક માળીનો ફૂલો પર પ્યાર આવે
એક મેઘલ સાંજના આવી ચડે એ
સ્પર્શ સાથે વીજળીની નાદ આવે
હાથ જાલી ને મને ક્યા લઇ જશે એ?
ચાહવાનો એક ધારો પાથ આવે
જિંદગી અવસર ગણીને હું મનાવું!
ને ગઝલમાં રાજવીનો ઠાઠ આવે
દૂર કરવી છે હવે આ દૂરતાને
હું નજર માંડૂં ને તું સાક્ષાત આવે
યાદનો મેળૉ મહોતરમાંનો લાગે
તો ખુદા કરતા વધારે યાદ આવે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment