श्वासनां ज्यारे किलो मीटर पूरा थइ जाय छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
श्वासनां ज्यारे किलो मीटर पूरा थइ जाय छे Gujarati Gazal By Naresh K. Dodia |
श्वासनां ज्यारे किलो मीटर पूरा थइ जाय छे
अंत जीवननी सफरनो त्यां ज पूरो थाय छे
सादगीनो अर्थ माणसने समज आव्यो नही
अंत वेळाए सफेदीनी कदर परखाय छे
रोटली बेमा कदी संतोष जे पाम्यो नही
छेवटे गंगाना जळथी भूख संतोषाय छे
चार दी’नी चांदनी जोइने हरखातो हतो
ए ज माणस दीवडानी ज्योतथी गभराय छे
जे हजारो चाहनारा जोइने राजी थतो
कोइने चाहीने गीतो दर्दनां ए गाय छे
सांज पडतां याद जेनी धण समी पाछी फरे
गोधुली वेळा ए शब्दोना खीले बंधाय छे
प्राप्त छे एनो कदी संतोष जे माने नही
अन्यनुं जोइ ए इर्षा भावमां अटवाय छे
ए “महोतरमाने” चाहीने समज आवी मने
कोइ साटाखत विनां माणसनु मनं खेडाय छे.
-नरेश के.डॉडीया
શ્વાસનાં જ્યારે કિલો મીટર પૂરા થઇ જાય છે
અંત જીવનની સફરનો ત્યાં જ પૂરો થાય છે
અંત જીવનની સફરનો ત્યાં જ પૂરો થાય છે
સાદગીનો અર્થ માણસને સમજ આવ્યો નહી
અંત વેળાએ સફેદીની કદર પરખાય છે
અંત વેળાએ સફેદીની કદર પરખાય છે
રોટલી બેમા કદી સંતોષ જે પામ્યો નહી
છેવટે ગંગાના જળથી ભૂખ સંતોષાય છે
છેવટે ગંગાના જળથી ભૂખ સંતોષાય છે
ચાર દી’ની ચાંદની જોઇને હરખાતો હતો
એ જ માણસ દીવડાની જ્યોતથી ગભરાય છે
એ જ માણસ દીવડાની જ્યોતથી ગભરાય છે
જે હજારો ચાહનારા જોઇને રાજી થતો
કોઇને ચાહીને ગીતો દર્દનાં એ ગાય છે
કોઇને ચાહીને ગીતો દર્દનાં એ ગાય છે
સાંજ પડતાં યાદ જેની ધણ સમી પાછી ફરે
ગોધુલી વેળા એ શબ્દોના ખીલે બંધાય છે
ગોધુલી વેળા એ શબ્દોના ખીલે બંધાય છે
પ્રાપ્ત છે એનો કદી સંતોષ જે માને નહી
અન્યનું જોઇ એ ઇર્ષા ભાવમાં અટવાય છે
અન્યનું જોઇ એ ઇર્ષા ભાવમાં અટવાય છે
એ “મહોતરમાને” ચાહીને સમજ આવી મને
કોઇ સાટાખત વિનાં માણસનુ મનં ખેડાય છે.
-નરેશ કે.ડૉડીયા
કોઇ સાટાખત વિનાં માણસનુ મનં ખેડાય છે.
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment