तुं घरोबो जात साथे केळवीने जोइ ले Gujarati Gazal By Naresh K. Dodia

तुं घरोबो जात साथे केळवीने जोइ ले Gujarati Gazal By Naresh K. Dodia
तुं घरोबो जात साथे केळवीने जोइ ले Gujarati Gazal By Naresh K. Dodia
तुं घरोबो जात साथे केळवीने जोइ ले
तारूं तुं कद माप साथे वेतरीने जोइ ले

तुं सपाटी जोइ तारण जळनुं काढी ना शके
आंसु हो के होय ए दरियो डूबीने जोइ ले

तुं अरीसामां सतत जोइने थाकी जाय तो
कोइ दिलमां साव चुपकेथी वसीने जोइ ले

एकधारी वांझणी आं सांज जोइ थाक तो?
काव्य गझलो जेवुं सर्जन तु रचीने जोइ ले

साव भोळी लागणीनी जात समजे छे बधां
मांगणीनां अंश एमां सांकळीने जोइ ले

जेमने चाहो,ए सामे होय एवुं पण नथी
दूर गमता मानवीथी तुं वसीने जोइ ले

ए किरणनी जेम चमके आंखमा कोइनी जे
कोइमां तुं सुखनो सूरज थइ उगीने जोइ ले

आशरो शब्दोनो लइने काव्य तु रचजे नही
लागणीमां रकतनु बंधन कसीने जोइ ले

छे “महोतरमां” नजरथी दूर पण लागे छे पास
एमना जेवी करामत तुं करीने जोइ ले
-नरेश के.डॉडीया  

તું ઘરોબો જાત સાથે કેળવીને જોઇ લે
તારૂં તું કદ માપ સાથે વેતરીને જોઇ લે

તું સપાટી જોઇ તારણ જળનું કાઢી ના શકે
આંસુ હો કે હોય એ દરિયો ડૂબીને જોઇ લે

તું અરીસામાં સતત જોઇને થાકી જાય તો
કોઇ દિલમાં સાવ ચુપકેથી વસીને જોઇ લે

એકધારી વાંઝણી આં સાંજ જોઇ થાક તો?
કાવ્ય ગઝલો જેવું સર્જન તુ રચીને જોઇ લે

સાવ ભોળી લાગણીની જાત સમજે છે બધાં
માંગણીનાં અંશ એમાં સાંકળીને જોઇ લે

જેમને ચાહો,એ સામે હોય એવું પણ નથી
દૂર ગમતા માનવીથી તું વસીને જોઇ લે

એ કિરણની જેમ ચમકે આંખમા કોઇની જે
કોઇમાં તું સુખનો સૂરજ થઇ ઉગીને જોઇ લે

આશરો શબ્દોનો લઇને કાવ્ય તુ રચજે નહી
લાગણીમાં રકતનુ બંધન કસીને જોઇ લે

છે “મહોતરમાં” નજરથી દૂર પણ લાગે છે પાસ
એમના જેવી કરામત તું કરીને જોઇ લે
-નરેશ કે.ડૉડીયા  
Advertisement