धरमुळथी बदली नाखवुं आसान थोडुं छे? Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
धरमुळथी बदली नाखवुं आसान थोडुं छे? Gujarati Gazal By Naresh K. Dodia |
धरमुळथी बदली नाखवुं आसान थोडुं छे?
एनी कमीमां जीववुं आसान थोडुं छे?
वडवाइ थइ फेलाइ छे चाहत अमारी जयां
चाहतमां वड थइ ऊगवुं आसान थोडुं छे?
मारी फरज मानी छे खूशी आपवानी छे
दुख ए ज जणने आपवुं आसान थोडुं छे?
जाहेरमां एवुं घणुं बोल्यो नथी क्यारेय
ए खानगीमा राखवुं आसान थोडुं छे?
ए मौनने हथियार जाणी वापरे त्यारे
त्या शब्दनुं धर बांधवुं आसान थोडुं छे?
ज्यां हुंफ साथे स्मितनो सहवाश मळवानो
उन्मादने त्यां टाळवुं आसान थोडुं छे?
कोइए तरछोड्या पछी सामे नथी जोता
एनुं जिवन दीपाववुं आसान थोडुं छे?
ताजी फसल जाणीने यादो साचवी राखी
बगडी गयेलुं राधवुं आसान थोडुं छे?
ए स्मित पर कायम मरी पडवुं गमे दोस्तो
सामेथी जइने मांगवुं आसान थोडुं छे?
जोइ शकातुं होय आंखोथी आंख मीलावी
मन मानवीनुं जाणवुं आसान थोडुं छे?
मारी “महोतरमाने” चाही सत्य ए जाण्युं
कोइ बीजाने चाहवुं आसान थोडुं छे?
-नरेश के.डॉडीया
ધરમુળથી બદલી નાખવું આસાન થોડું છે?
એની કમીમાં જીવવું આસાન થોડું છે?
એની કમીમાં જીવવું આસાન થોડું છે?
વડવાઇ થઇ ફેલાઇ છે ચાહત અમારી જયાં
ચાહતમાં વડ થઇ ઊગવું આસાન થોડું છે?
ચાહતમાં વડ થઇ ઊગવું આસાન થોડું છે?
મારી ફરજ માની છે ખૂશી આપવાની છે
દુખ એ જ જણને આપવું આસાન થોડું છે?
દુખ એ જ જણને આપવું આસાન થોડું છે?
જાહેરમાં એવું ઘણું બોલ્યો નથી ક્યારેય
એ ખાનગીમા રાખવું આસાન થોડું છે?
એ ખાનગીમા રાખવું આસાન થોડું છે?
એ મૌનને હથિયાર જાણી વાપરે ત્યારે
ત્યા શબ્દનું ધર બાંધવું આસાન થોડું છે?
ત્યા શબ્દનું ધર બાંધવું આસાન થોડું છે?
જ્યાં હુંફ સાથે સ્મિતનો સહવાશ મળવાનો
ઉન્માદને ત્યાં ટાળવું આસાન થોડું છે?
ઉન્માદને ત્યાં ટાળવું આસાન થોડું છે?
કોઇએ તરછોડ્યા પછી સામે નથી જોતા
એનું જિવન દીપાવવું આસાન થોડું છે?
એનું જિવન દીપાવવું આસાન થોડું છે?
તાજી ફસલ જાણીને યાદો સાચવી રાખી
બગડી ગયેલું રાધવું આસાન થોડું છે?
બગડી ગયેલું રાધવું આસાન થોડું છે?
એ સ્મિત પર કાયમ મરી પડવું ગમે દોસ્તો
સામેથી જઇને માંગવું આસાન થોડું છે?
સામેથી જઇને માંગવું આસાન થોડું છે?
જોઇ શકાતું હોય આંખોથી આંખ મીલાવી
મન માનવીનું જાણવું આસાન થોડું છે?
મન માનવીનું જાણવું આસાન થોડું છે?
મારી “મહોતરમાને” ચાહી સત્ય એ જાણ્યું
કોઇ બીજાને ચાહવું આસાન થોડું છે?
-નરેશ કે.ડૉડીયા
કોઇ બીજાને ચાહવું આસાન થોડું છે?
-નરેશ કે.ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a comment