एक धारो प्रेम ज्यारे आपवानो होय छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
एक धारो प्रेम ज्यारे आपवानो होय छे Gujarati Gazal By Naresh K. Dodia |
एक धारो प्रेम ज्यारे आपवानो होय छे
एक चीलो जगथी नोखो पाडवानो होय छे
जातने भूली जवानी होय चाहतमां सदा
अंह त्यारे खुदमाथी ओगाळवानो होय छे
शब्दने शणगारवाथी मात्र खूशी ना मळे
भाव दिलमांथी कलममां नाखवानो होय छे
आवशे तारी मुसीबतमां ए माणस काममां
जेमने अधिकार भावे चाहवानो होय छे
जिंदगीमा कोइ आवे छे जीवनना नामथी
त्यारथी साचा समयने माणवानो होय छे
एमने निर्दोषतानो स्पर्श कायम आपजो
बंध आंखे बोल जेनो जीलवानो होय छे
आयनामा डाघने धोवानी कोशिश ना करो
बिंब जोवा डाघने स्वीकारवानो होय छे
कोइनी आंखोमा ज्यारे स्थान पामो जो तमे?
त्याथी दिलनो एक रस्तो शोधवानो होय छे
एमनी तासिर प्रमाणे जात केळववी पडे
कायमी तकरारनो भय टाळवानो होय छे
साव पासे जइ अडी शकतो नथी एने कदी
त्यां पवननी जेम नातो राखवानो होय छे
ए रूठे त्यारे मजा आवे मनावानी मने
भाव एनी मुग्धतानो माणवानो होय छे
शब्दना साथी रूपे ज्यारे “महोतरमां” मळी
एक माळॉ शब्द डाळे बांधवानो होय छे
-नरेश के.डॉडीया
એક ધારો પ્રેમ જ્યારે આપવાનો હોય છે
એક ચીલો જગથી નોખો પાડવાનો હોય છે
જાતને ભૂલી જવાની હોય ચાહતમાં સદા
અંહ ત્યારે ખુદમાથી ઓગાળવાનો હોય છે
શબ્દને શણગારવાથી માત્ર ખૂશી ના મળે
ભાવ દિલમાંથી કલમમાં નાખવાનો હોય છે
આવશે તારી મુસીબતમાં એ માણસ કામમાં
જેમને અધિકાર ભાવે ચાહવાનો હોય છે
જિંદગીમા કોઇ આવે છે જીવનના નામથી
ત્યારથી સાચા સમયને માણવાનો હોય છે
એમને નિર્દોષતાનો સ્પર્શ કાયમ આપજો
બંધ આંખે બોલ જેનો જીલવાનો હોય છે
આયનામા ડાઘને ધોવાની કોશિશ ના કરો
બિંબ જોવા ડાઘને સ્વીકારવાનો હોય છે
કોઇની આંખોમા જ્યારે સ્થાન પામો જો તમે?
ત્યાથી દિલનો એક રસ્તો શોધવાનો હોય છે
એમની તાસિર પ્રમાણે જાત કેળવવી પડે
કાયમી તકરારનો ભય ટાળવાનો હોય છે
સાવ પાસે જઇ અડી શકતો નથી એને કદી
ત્યાં પવનની જેમ નાતો રાખવાનો હોય છે
એ રૂઠે ત્યારે મજા આવે મનાવાની મને
ભાવ એની મુગ્ધતાનો માણવાનો હોય છે
શબ્દના સાથી રૂપે જ્યારે “મહોતરમાં” મળી
એક માળૉ શબ્દ ડાળે બાંધવાનો હોય છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment