अंत जेनो नक्की नथी एवी कथां लखतो रह्यो Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
अंत जेनो नक्की नथी एवी कथां लखतो रह्यो Gujarati Gazal By Naresh K. Dodia |
अंत जेनो नक्की नथी एवी कथां लखतो रह्यो
जे कदी फळवानी नथी ए शक्यतां अडतो रह्यो
क्यां कसब जेवुं होय छे चाही जवामा कोइने
ए पछी जाण्युं ए ज अघरू कार्य हुं करतो रह्यो
कायमी शासन कोइनां दिल पर कदी चाल्यु नथी
तोय एक ज दिल जीतवा मनने मगज कसतो रह्यो
प्यारमां माणस मौननो ले आशरो,ज्यारे हुं तो
प्यारना नामे अनगिनत काव्यो-गझल रचतो रह्यो
मारा गझल काव्योने वांची आंख एनी बोलती
मौननी भाषा आ ज रीते हुं सतत पढतो रह्यो
निर्दोषतां मारी हमेशा एक-धारी राखजे
हुं खुदा सामे खानगीमा रोज करगरतो रह्यो
कोइ रडता माणसनी आंखो जोइने चोकी जतो
ए हकीकत जाणी पछी हुं इश्कने वढतो रह्यो
एक चंचळ नारीने ज्यारे छोकरी जेवी गणी
सौंदर्य कोराणे मूकी निर्दोषतां लणतो रह्यो
ए “महोतरमांने” गमी जावु असंभव छोने होय
लाख च्हेरानी भीडमां एने सतत गमतो रह्यो
-नरेश के.डॉडीया
અંત જેનો નક્કી નથી એવી કથાં લખતો રહ્યો
જે કદી ફળવાની નથી એ શક્યતાં અડતો રહ્યો
ક્યાં કસબ જેવું હોય છે ચાહી જવામા કોઇને
એ પછી જાણ્યું એ જ અઘરૂ કાર્ય હું કરતો રહ્યો
કાયમી શાસન કોઇનાં દિલ પર કદી ચાલ્યુ નથી
તોય એક જ દિલ જીતવા મનને મગજ કસતો રહ્યો
પ્યારમાં માણસ મૌનનો લે આશરો,જ્યારે હું તો
પ્યારના નામે અનગિનત કાવ્યો-ગઝલ રચતો રહ્યો
મારા ગઝલ કાવ્યોને વાંચી આંખ એની બોલતી
મૌનની ભાષા આ જ રીતે હું સતત પઢતો રહ્યો
નિર્દોષતાં મારી હમેશા એક-ધારી રાખજે
હું ખુદા સામે ખાનગીમા રોજ કરગરતો રહ્યો
કોઇ રડતા માણસની આંખો જોઇને ચોકી જતો
એ હકીકત જાણી પછી હું ઇશ્કને વઢતો રહ્યો
એક ચંચળ નારીને જ્યારે છોકરી જેવી ગણી
સૌંદર્ય કોરાણે મૂકી નિર્દોષતાં લણતો રહ્યો
એ “મહોતરમાંને” ગમી જાવુ અસંભવ છોને હોય
લાખ ચ્હેરાની ભીડમાં એને સતત ગમતો રહ્યો
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment