मारू नथी एने कदी मारू बनावी ना शकुं Gujarati Gazal By Naresh K. Dodia

मारू नथी एने कदी मारू बनावी ना शकुं Gujarati Gazal By Naresh K. Dodia
मारू नथी एने कदी मारू बनावी ना शकुं Gujarati Gazal By Naresh K. Dodia
मारू नथी एने कदी मारू बनावी ना शकुं
छे स्थान तारूं दिलमां मारा हुं छुपावी ना शकुं

ए मर्म शब्दोमा समावीने गझल लखतो रहुं
ए इश्कनी जाहोजलाली हुं बतावी ना शकुं

चश्मां लगावीने तने जोया करूं हुं क्यां सुधी?
मारी नजर सामे छबी तारी हटावी ना शकुं

खेली शके छे ज्यां सुधी तारूं जिगर रोके नही
हुं लागणीनी ओथ लइ तने हरावी ना शकुं

आ दबदबो छे कायमी तारो ह्रदयना राजमां
चाली जशे तो राज जीवननुं टकावी ना शकुं

संबंधना दावे कदी हुं हाथ जाली ना शकुं
धारो अलग छे चाहवानो हुं जतावी ना शकुं

केवा अलगताना जगतमां जीववानु आपणुं
बोजो आ टाइमझोननो केमे फगावी ना शकुं

दरियो नथी हुं के,नदी जेवी नथी तारी रवानी
दिलना किनारे रोज आवे पण समावी ना शकुं

संवांद साथे रोज राधा जोइए छे कानने
राधा वगर कानो कहे बंसी बजावी ना शकुं

छे स्थान तारूं कायमी मारी "महोतरमां" दिलमां 
आ खानगी सरनामु तारूं हुं लखावी ना शकुं
-नरेश के.डॉडीया

મારૂ નથી એને કદી મારૂ બનાવી ના શકું
છે સ્થાન તારૂં દિલમાં મારા હું છુપાવી ના શકું

એ મર્મ શબ્દોમા સમાવીને ગઝલ લખતો રહું
એ ઇશ્કની જાહોજલાલી હું બતાવી ના શકું

ચશ્માં લગાવીને તને જોયા કરૂં હું ક્યાં સુધી?
મારી નજર સામે છબી તારી હટાવી ના શકું

ખેલી શકે છે જ્યાં સુધી તારૂં જિગર રોકે નહી
હું લાગણીની ઓથ લઇ તને હરાવી ના શકું

આ દબદબો છે કાયમી તારો હ્રદયના રાજમાં
ચાલી જશે તો રાજ જીવનનું ટકાવી ના શકું

સંબંધના દાવે કદી હું હાથ જાલી ના શકું
ધારો અલગ છે ચાહવાનો હું જતાવી ના શકું

કેવા અલગતાના જગતમાં જીવવાનુ આપણું
બોજો આ ટાઇમઝોનનો કેમે ફગાવી ના શકું

દરિયો નથી હું કે,નદી જેવી નથી તારી રવાની
દિલના કિનારે રોજ આવે પણ સમાવી ના શકું

સંવાંદ સાથે રોજ રાધા જોઇએ છે કાનને
રાધા વગર કાનો કહે બંસી બજાવી ના શકું

છે સ્થાન તારૂં કાયમી મારી "મહોતરમાં" દિલમાં 
આ ખાનગી સરનામુ તારૂં હું લખાવી ના શકું
-નરેશ કે.ડૉડીયા
Advertisement