एक गमता मानवीने साचवीने राखवानुं Gujarati Gazal By Naresh K. Dodia

एक गमता मानवीने साचवीने राखवानुं Gujarati Gazal By Naresh K. Dodia
एक गमता मानवीने साचवीने राखवानुं Gujarati Gazal By Naresh K. Dodia
एक गमता मानवीने साचवीने राखवानुं
बंध आंखे एक माणसने आ रीते चाहवानुं                

एक सरखां भावनी आशा तमे कायम न राखो
राख तुं थोडी घणी धीरज पछी फळ मांगवानुं

जिंदगी पण मावजत मांगे छे प्यारा यार जेवी
प्यारमां दोस्तीनुं तारण एक धांरूं तारवानुं

मुग्ध शमणाओ उमर साथे उडी जाशे हमेशां
बाळ हरकत करतुं माणस थइ सौने गमतुं जवानुं

जेटलो आपो तमोने एटलो पाछो ना मळशे
खानगीमां लागणीनी खोट मानी चालवानुं       

आजीजी करजे नही याचक बनीने कोइ सामे
आपनी तकदीरमा छे,आप मेळे आववानुं

दोस्त आ कळजुगमां सतयुगनी तुं आशा राखजे नां
आपणे बंसीना सुर थइने ह्रदयथी वागवानुं

ए “महोतरमां” तो एनो तोर कायम राखवानी
एक बच्चा जेम जे बोले ए सघळुं मानवानुं
-नरेश के.डॉडीया


એક ગમતા માનવીને સાચવીને રાખવાનું
બંધ આંખે એક માણસને આ રીતે ચાહવાનું                

એક સરખાં ભાવની આશા તમે કાયમ ન રાખો
રાખ તું થોડી ઘણી ધીરજ પછી ફળ માંગવાનું

જિંદગી પણ માવજત માંગે છે પ્યારા યાર જેવી
પ્યારમાં દોસ્તીનું તારણ એક ધાંરૂં તારવાનું

મુગ્ધ શમણાઓ ઉમર સાથે ઉડી જાશે હમેશાં
બાળ હરકત કરતું માણસ થઇ સૌને ગમતું જવાનું

જેટલો આપો તમોને એટલો પાછો ના મળશે
ખાનગીમાં લાગણીની ખોટ માની ચાલવાનું       

આજીજી કરજે નહી યાચક બનીને કોઇ સામે
આપની તકદીરમા છે,આપ મેળે આવવાનું

દોસ્ત આ કળજુગમાં સતયુગની તું આશા રાખજે નાં
આપણે બંસીના સુર થઇને હ્રદયથી વાગવાનું

એ “મહોતરમાં” તો એનો તોર કાયમ રાખવાની
એક બચ્ચા જેમ જે બોલે એ સઘળું માનવાનું
-નરેશ કે.ડૉડીયા
Advertisement