हुं दर्पण जेम कायम तारी सामे आववानो छुं Gujarati Gazal By Naresh K. Dodia

हुं दर्पण जेम कायम तारी सामे आववानो छुं  Gujarati Gazal By Naresh K. Dodia
हुं दर्पण जेम कायम तारी सामे आववानो छुं  Gujarati Gazal By Naresh K. Dodia
हुं दर्पण जेम कायम तारी सामे आववानो छुं 
तुं जेवी छे हुं ए चीतार साचो आपवानो छुं 

नथी गमतुं धणुं एवुं छतां ए साचवी राख्युं         
अतिसय बोज वधतां ए बधुं हुं फेकवानो छुं     

तुं जे आपी शके एथी वधारे काइ नां खपशे 
ए कारणथी हुं माराथी वधारे चाहवानो छुं              

भळी शकतो नथी तारा सिवाई अन्य माणसमां 
वखत आव्ये हु तारो हाथ हकथी जालवानो छुं 

जे मळवानुं नथी एनी फिकर छोडी दीधी छे में 
हुं वाराफरती सधळी कामनाओ दाटवानो छुं

जीवननुं चित्र तारुं पण अधूरूं छे विनां मारा 
अधूरपनी कसरमां पूर्णता मारी दागवानो छुं

तु मारा खालिपाने शालनी माफक जो ओढी ले
पछी तुं जे विचारे एने हुं आलेखवानो छुं 

समय,संजोग ने साथी कदी एक ज जगां ना होय 
छतां शब्दोना देहे साथ तारो माणवानो छुं 

"महोतरमा" जे पळथी स्पर्शनुं सानिध्य में माण्युं
ए ख्यालोमां सरीने जिंदगीभर जागवानो छुं
-नरेश के. डोडीया

હું દર્પણ જેમ કાયમ તારી સામે આવવાનો છું 
તું જેવી છે હું એ ચીતાર સાચો આપવાનો છું 

નથી ગમતું ધણું એવું છતાં એ સાચવી રાખ્યું         
અતિસય બોજ વધતાં એ બધું હું ફેકવાનો છું     

તું જે આપી શકે એથી વધારે કાઇ નાં ખપશે 
એ કારણથી હું મારાથી વધારે ચાહવાનો છું              

ભળી શકતો નથી તારા સિવાઈ અન્ય માણસમાં 
વખત આવ્યે હુ તારો હાથ હકથી જાલવાનો છું 

જે મળવાનું નથી એની ફિકર છોડી દીધી છે મેં 
હું વારાફરતી સધળી કામનાઓ દાટવાનો છું

જીવનનું ચિત્ર તારું પણ અધૂરૂં છે વિનાં મારા 
અધૂરપની કસરમાં પૂર્ણતા મારી દાગવાનો છું

તુ મારા ખાલિપાને શાલની માફક જો ઓઢી લે
પછી તું જે વિચારે એને હું આલેખવાનો છું 

સમય,સંજોગ ને સાથી કદી એક જ જગાં ના હોય 
છતાં શબ્દોના દેહે સાથ તારો માણવાનો છું 

"મહોતરમા" જે પળથી સ્પર્શનું સાનિધ્ય મેં માણ્યું
એ ખ્યાલોમાં સરીને જિંદગીભર જાગવાનો છું
-નરેશ કે. ડોડીયા
Advertisement