केवळने केवळ प्रेममां आधात छे Gujarati Gazal By Naresh K. Dodia

केवळने केवळ प्रेममां आधात छे Gujarati Gazal By Naresh K. Dodia
केवळने केवळ प्रेममां आधात छे Gujarati Gazal By Naresh K. Dodia
केवळने केवळ प्रेममां आधात छे
आ आपणा वच्चेनी सधळी वात छे

चुपकेथी दिल चोरी करी बोल्या मने 
ए स्थान मारा नामनी सीमांत छे 

वेढी शको छो दुखने? ए..बोल्या हतां!
तो मे कह्युं हजु प्रेमनी शरुआत छे

हजु पण मने एनां विशे लखवुं पडे 
एना विरहनी एकधारी धात छे

लपसी पडे छे कोइ पण स्थाने हवे
माणस नही दडतां दडानी नात छे

जेनी चमकने चांदनी जेवी कही
अजवाळुं फेलावे छतां ए रात छे

तुं साचवीने राखजे तारी कला
दिलने शीतळता आपती मीरात छे 

तारी "महोतरमा" तो नखरा बहु करे 
सीधी भले लागे ए स्त्रीनी जात छे 
-नरेश के.डॉडीया

કેવળને કેવળ પ્રેમમાં આધાત છે
આ આપણા વચ્ચેની સધળી વાત છે

ચુપકેથી દિલ ચોરી કરી બોલ્યા મને 
એ સ્થાન મારા નામની સીમાંત છે 

વેઢી શકો છો દુખને? એ..બોલ્યા હતાં!
તો મે કહ્યું હજુ પ્રેમની શરુઆત છે

હજુ પણ મને એનાં વિશે લખવું પડે 
એના વિરહની એકધારી ધાત છે

લપસી પડે છે કોઇ પણ સ્થાને હવે
માણસ નહી દડતાં દડાની નાત છે

જેની ચમકને ચાંદની જેવી કહી
અજવાળું ફેલાવે છતાં એ રાત છે

તું સાચવીને રાખજે તારી કલા
દિલને શીતળતા આપતી મીરાત છે 

તારી "મહોતરમા" તો નખરા બહુ કરે 
સીધી ભલે લાગે એ સ્ત્રીની જાત છે 
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a comment