मृगजळनी माया थकी मुखडु सदा हसतुं हतुं Gujarati Gazal By Naresh K. Dodia

मृगजळनी माया थकी मुखडु सदा हसतुं हतुं Gujarati Gazal By Naresh K. Dodia
मृगजळनी माया थकी मुखडु सदा हसतुं हतुं Gujarati Gazal By Naresh K. Dodia
मृगजळनी माया थकी मुखडु सदा हसतुं हतुं
ने हरण मननुं प्रेमनां रणमां सतत छळतुं हतुं

ए समरपण साचा गणीने चालवानु छे अहीं
कंटकनी आडस होय पण ए पुष्प तो खिलतुं हतुं

प्रेम जाणे जगमा बला मोटी गणे लोको घणा
प्रेमनी आगळ मोत पण मस्तीभरी रमतुं हतुं

स्नेह भावे जीत्यो सुदामा बाळपणना दोस्तने
दोस्तने जोता काननुं मन व्हालमां तरतुं हतुं

छे आ श्रध्धा पारसमणीना स्पर्श जेवी एटले
राहनुं पथ्थर रूप पण भगवान थै भजतुं हतुं

कोइ काळे जे शक्य न्होतुं ए अमे करतां रह्यां
चाहवानी सरहद वटी मन एमने नमतुं हतुं

नामनो कोइ मोह न्होतो एटले सौने गम्यो
शायरी गझलोमां ह्रदय उर्मि भरी लखतुं हतुं

प्यार पामीने एटलो सामे तमे आपो सदा
प्रेम साचा दिलथी करे माणस ए तरफडतुं हतुं

जे पुराणुं बनतुं रहे लोकोने ए गमतुं नथी
मन “महोतरमानी” जुनी यादोनी क्षण अडतुं हतुं
-नरेश के.डॉडीया

મૃગજળની માયા થકી મુખડુ સદા હસતું હતું
ને હરણ મનનું પ્રેમનાં રણમાં સતત છળતું હતું

એ સમરપણ સાચા ગણીને ચાલવાનુ છે અહીં
કંટકની આડસ હોય પણ એ પુષ્પ તો ખિલતું હતું

પ્રેમ જાણે જગમા બલા મોટી ગણે લોકો ઘણા
પ્રેમની આગળ મોત પણ મસ્તીભરી રમતું હતું

સ્નેહ ભાવે જીત્યો સુદામા બાળપણના દોસ્તને
દોસ્તને જોતા કાનનું મન વ્હાલમાં તરતું હતું

છે આ શ્રધ્ધા પારસમણીના સ્પર્શ જેવી એટલે
રાહનું પથ્થર રૂપ પણ ભગવાન થૈ ભજતું હતું

કોઇ કાળે જે શક્ય ન્હોતું એ અમે કરતાં રહ્યાં
ચાહવાની સરહદ વટી મન એમને નમતું હતું

નામનો કોઇ મોહ ન્હોતો એટલે સૌને ગમ્યો
શાયરી ગઝલોમાં હ્રદય ઉર્મિ ભરી લખતું હતું

પ્યાર પામીને એટલો સામે તમે આપો સદા
પ્રેમ સાચા દિલથી કરે માણસ એ તરફડતું હતું

જે પુરાણું બનતું રહે લોકોને એ ગમતું નથી
મન “મહોતરમાની” જુની યાદોની ક્ષણ અડતું હતું
-નરેશ કે.ડૉડીયા
Advertisement