एक बाळकना ह्रदयनी वात जाणे जाणवानी होय छे Gujarati Gazal By Naresh K. Dodia

एक बाळकना ह्रदयनी वात जाणे जाणवानी होय छे Gujarati Gazal By Naresh K. Dodia
एक बाळकना ह्रदयनी वात जाणे जाणवानी होय छे Gujarati Gazal By Naresh K. Dodia
एक बाळकना ह्रदयनी वात जाणे जाणवानी होय छे
ए ज समजण आपणा मनमा बधाए बांधवानी होय छे

जे अहमनो संग छोडी ना शके एवा जगतमां छे घणा
जात एने सींदरीनी जेम जाते बाळवानी होय छे

माणवानी होय तो रणमा पडी रंगतने पण माणी शको
होय बावळ तोय रणमा पण जरूरत झाडवानी होय छे

रातभर लखता रहे छे जे अजंपो लइने एने पूछजो?
याद साथे रात आखी एक धारी जागवानी होय छे

माणवानी होय एवी क्षण बधानां क्या नशीबे होय छे?
धारणा एवी घणी छे मात्र एने धारवानी होय छे

पूजवानां होय जे माणसना चरणॉ..तुं चुमी ले बेजीजक
जात माणसनी खुदा जेवी गणीने पूजवानी होय छे

आपवानी वात ज्या आवे तो,कदी त्या नकारो ना भणॉ
ज्यां मगजनी वातने बदले ह्रदयनी मानवानी होय छे

ए “महोतरमा”बनी आवी पछी वणजार जोडी शब्दनी
कामना एनी गझलमां एक धारी राखवानी होय छे
-नरेश के.डॉडीया

એક બાળકના હ્રદયની વાત જાણે જાણવાની હોય છે
એ જ સમજણ આપણા મનમા બધાએ બાંધવાની હોય છે

જે અહમનો સંગ છોડી ના શકે એવા જગતમાં છે ઘણા
જાત એને સીંદરીની જેમ જાતે બાળવાની હોય છે

માણવાની હોય તો રણમા પડી રંગતને પણ માણી શકો
હોય બાવળ તોય રણમા પણ જરૂરત ઝાડવાની હોય છે

રાતભર લખતા રહે છે જે અજંપો લઇને એને પૂછજો?
યાદ સાથે રાત આખી એક ધારી જાગવાની હોય છે

માણવાની હોય એવી ક્ષણ બધાનાં ક્યા નશીબે હોય છે?
ધારણા એવી ઘણી છે માત્ર એને ધારવાની હોય છે

પૂજવાનાં હોય જે માણસના ચરણૉ..તું ચુમી લે બેજીજક
જાત માણસની ખુદા જેવી ગણીને પૂજવાની હોય છે

આપવાની વાત જ્યા આવે તો,કદી ત્યા નકારો ના ભણૉ
જ્યાં મગજની વાતને બદલે હ્રદયની માનવાની હોય છે

એ “મહોતરમા”બની આવી પછી વણજાર જોડી શબ્દની
કામના એની ગઝલમાં એક ધારી રાખવાની હોય છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement