अहींया जे लखुं छुं एवुं जीवातुं नथी Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
अहींया जे लखुं छुं एवुं जीवातुं नथी Gujarati Gazal By Naresh K. Dodia |
अहींया जे लखुं छुं एवुं जीवातुं नथी
हकीकतमां बन्युं ए चित्र दोरातुं नथी
भले तुं सात जन्मोनी अही वातो करे
अही आ ज्न्मनुं कारणय परखातुं नथी
तुं मांरण शोधवा जातो नही आं प्रेमनुं
गळां टुंपा दो के गोळीथी फूंकातुं नथी
घंणॉ आराम छे तुं गइ ए पळथी श्वासने
जुनां धावोने जोई दर्द पण थांतुं नथी
आ रंगीनीनो आलम बे-वफा जेवो हतो
जवानीमां जीवेलुं पात्र भजवातुं नथी
महोबत दर्द आपे छे महदअंशे,छे सत्य
अमारी शायरीमां क्यांय देखांतु नथी
समजदारी अमोए दाखवी पण शुं मळ्युं?
थयां पागल तमोने जोइ समजातुं नथी?
अनूभवनी हवे लांबी कतारो छे अहीं
हवे सुंदरतां जोइ कइ मने थांतुं नथी
“महोतरमांनी” यादोथी भरी छे शायरी
कविना बागनुं ए पुष्प करमांतुं नथी
– नरेश के. डॉडीया
અહીંયા જે લખું છું એવું જીવાતું નથી
હકીકતમાં બન્યું એ ચિત્ર દોરાતું નથી
ભલે તું સાત જન્મોની અહી વાતો કરે
અહી આ જ્ન્મનું કારણય પરખાતું નથી
તું માંરણ શોધવા જાતો નહી આં પ્રેમનું
ગળાં ટુંપા દો કે ગોળીથી ફૂંકાતું નથી
ઘંણૉ આરામ છે તું ગઇ એ પળથી શ્વાસને
જુનાં ધાવોને જોઈ દર્દ પણ થાંતું નથી
આ રંગીનીનો આલમ બે-વફા જેવો હતો
જવાનીમાં જીવેલું પાત્ર ભજવાતું નથી
મહોબત દર્દ આપે છે મહદઅંશે,છે સત્ય
અમારી શાયરીમાં ક્યાંય દેખાંતુ નથી
સમજદારી અમોએ દાખવી પણ શું મળ્યું?
થયાં પાગલ તમોને જોઇ સમજાતું નથી?
અનૂભવની હવે લાંબી કતારો છે અહીં
હવે સુંદરતાં જોઇ કઇ મને થાંતું નથી
“મહોતરમાંની” યાદોથી ભરી છે શાયરી
કવિના બાગનું એ પુષ્પ કરમાંતું નથી
– નરેશ કે. ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment