मारी गझलमा रोज एवी वात आवे छे Gujarati Gazal By Naresh K. Dodia

मारी गझलमा रोज एवी वात आवे छे Gujarati Gazal By Naresh K. Dodia
मारी गझलमा रोज एवी वात आवे छे Gujarati Gazal By Naresh K. Dodia
मारी गझलमा रोज एवी वात आवे छे
जेमा तने गमती बधी रजुआत आवे छे

तारी ज चाले छे रियासत आ ह्रदय पटमां
कहे दी तो दी,कहे रात त्यारे रात आवे छे

धरती रहे तुं मौन तारा खूबसूरत च्हेरे
तेथी ज तो अक्षरो मही ताकात आवे छे

मध्या बनी छे तोय मुग्धा जेम वर्ते तुं
ए जोइने आंनंद मने नितांत आवे छे

तारी ज वातोने हुं अक्षरोमा उतारूं तो?
मारी गझलमा फूलनी कै भात आवे छे

भरपूर चोमासा समी वरसी पडे त्यारे
तारी अदामां वीजळीनी नात आवे छे

म्हेफीलमां हुं शेर तारा नांमथी बोलुं
सौनां ह्रदयमां एक झंझावात आवे छे

मारी “महोतरमांनी” चाहतनी कदर छे त्यां
ज्यां मावजतनी अवनवी सौगात आवे छे
-नरेश के.डॉडीया
મારી ગઝલમા રોજ એવી વાત આવે છે
જેમા તને ગમતી બધી રજુઆત આવે છે

તારી જ ચાલે છે રિયાસત આ હ્રદય પટમાં
કહે દી તો દી,કહે રાત ત્યારે રાત આવે છે

ધરતી રહે તું મૌન તારા ખૂબસૂરત ચ્હેરે
તેથી જ તો અક્ષરો મહી તાકાત આવે છે

મધ્યા બની છે તોય મુગ્ધા જેમ વર્તે તું
એ જોઇને આંનંદ મને નિતાંત આવે છે

તારી જ વાતોને હું અક્ષરોમા ઉતારૂં તો?
મારી ગઝલમા ફૂલની કૈ ભાત આવે છે

ભરપૂર ચોમાસા સમી વરસી પડે ત્યારે
તારી અદામાં વીજળીની નાત આવે છે

મ્હેફીલમાં હું શેર તારા નાંમથી બોલું
સૌનાં હ્રદયમાં એક ઝંઝાવાત આવે છે

મારી “મહોતરમાંની” ચાહતની કદર છે ત્યાં
જ્યાં માવજતની અવનવી સૌગાત આવે છે
-નરેશ કે.ડૉડીયા

Advertisement

No comments:

Post a comment