कंठमां ज्यारे डुमो अटकी जाय छे Gujarati Gazal By Naresh K. Dodia

कंठमां ज्यारे डुमो अटकी जाय छे Gujarati Gazal By Naresh K. Dodia
कंठमां ज्यारे डुमो अटकी जाय छे Gujarati Gazal By Naresh K. Dodia
कंठमां ज्यारे डुमो अटकी जाय छे
मौन त्यारे कागळॉमां दोराय छे

एक माणसने जिंदगी भर चाही जवुं
तो ज समजण भलभलानी परखाय छे

आंख सामे द्रश्यनो मेळो होय छे
कोइ माणस बंध आंखे देखाय छे

एक पागलपन जरूरी छे प्यारमां
तो ज चाहतनी कदरदानी थाय छे

मौनना ताळा लगावी बेठा मुखे
प्रेमनी वाचाळताथी खोलाय छे.

पारदर्शकता जरूरी छे प्रेममां
काच जेवुं दिल बधाने वंचाय छे

हुं टकोराबंध राखुं छुं लागणी
तो मुलायमता बधाने समजाय छे

घूमरीनी जेम वलवल थाती रहे
कामना मारी नदी थइ बलखाय छे

सात दरियापार जोवा जेवुं धणुं
शक्यतानां पूल तेथी बंधाय छे

छे “महोतरमानी”वातो न्यारी ओ दोस्त
शायरी मारी छता ए चर्चाय छे
-नरेश के.डॉडीया

કંઠમાં જ્યારે ડુમો અટકી જાય છે
મૌન ત્યારે કાગળૉમાં દોરાય છે

એક માણસને જિંદગી ભર ચાહી જવું
તો જ સમજણ ભલભલાની પરખાય છે

આંખ સામે દ્રશ્યનો મેળો હોય છે
કોઇ માણસ બંધ આંખે દેખાય છે

એક પાગલપન જરૂરી છે પ્યારમાં
તો જ ચાહતની કદરદાની થાય છે

મૌનના તાળા લગાવી બેઠા મુખે
પ્રેમની વાચાળતાથી ખોલાય છે.

પારદર્શકતા જરૂરી છે પ્રેમમાં
કાચ જેવું દિલ બધાને વંચાય છે

હું ટકોરાબંધ રાખું છું લાગણી
તો મુલાયમતા બધાને સમજાય છે

ઘૂમરીની જેમ વલવલ થાતી રહે
કામના મારી નદી થઇ બલખાય છે

સાત દરિયાપાર જોવા જેવું ધણું
શક્યતાનાં પૂલ તેથી બંધાય છે

છે “મહોતરમાની”વાતો ન્યારી ઓ દોસ્ત
શાયરી મારી છતા એ ચર્ચાય છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a comment