झांझवा जेने समजता होयने जळ नीकळे Gujarati Gazal By Naresh K. Dodia

झांझवा जेने समजता होयने जळ नीकळे Gujarati Gazal By Naresh K. Dodia
झांझवा जेने समजता होयने जळ नीकळे Gujarati Gazal By Naresh K. Dodia
झांझवा जेने समजता होयने जळ नीकळे
याद एनी आवता आंखुं जीवन पळ नीकळे

जिंदगी आखी इशाराथी करी छे मावजत
ए ज जण सनमुख मळेने आंसु खळखळ नीकळे

सादगीनो कायमी आभार मान्यो जेमनो
जोइने एनी छबी सौंदर्यनुं बळ नीकळे

भार आखी जिंदगी मारा खभे उचकुं छुं हुं
पांख आवी शब्दने तो आभनुं तळ नीकळे

जिंदगी तारा विना सुनकार लागे छे मने
ने हकीकतमा ए शब्दो साव पोकळ नीकळे

ए विचारोमां सतत हलचल मचावी जाय छे
एमनां सपनांय अंधारामां झळहळ नीकळे

कायमी आधार छुं तारो फिकर करतो नही
दोस्तनी वाणी जरूरत होय तो छळ नीकळे

रेशमी धागानो जे संबंध हुं गणतो रह्यो
जिंदगीभर बेउने जोडे ए साकळ नीकळे

साव नक्कर काळजानी मालिकण छुं ओ”नरेन”
ए “महोतरमानी” अंदर मखमली सळ नीकळे
-नरेश के.डॉडीया

ઝાંઝવા જેને સમજતા હોયને જળ નીકળે
યાદ એની આવતા આંખું જીવન પળ નીકળે

જિંદગી આખી ઇશારાથી કરી છે માવજત
એ જ જણ સનમુખ મળેને આંસુ ખળખળ નીકળે

સાદગીનો કાયમી આભાર માન્યો જેમનો
જોઇને એની છબી સૌંદર્યનું બળ નીકળે

ભાર આખી જિંદગી મારા ખભે ઉચકું છું હું
પાંખ આવી શબ્દને તો આભનું તળ નીકળે

જિંદગી તારા વિના સુનકાર લાગે છે મને
ને હકીકતમા એ શબ્દો સાવ પોકળ નીકળે

એ વિચારોમાં સતત હલચલ મચાવી જાય છે
એમનાં સપનાંય અંધારામાં ઝળહળ નીકળે

કાયમી આધાર છું તારો ફિકર કરતો નહી
દોસ્તની વાણી જરૂરત હોય તો છળ નીકળે

રેશમી ધાગાનો જે સંબંધ હું ગણતો રહ્યો
જિંદગીભર બેઉને જોડે એ સાકળ નીકળે

સાવ નક્કર કાળજાની માલિકણ છું ઓ”નરેન”
એ “મહોતરમાની” અંદર મખમલી સળ નીકળે
-નરેશ કે.ડૉડીયા
Advertisement