तकदीरमां मारी नथी ए मानवीनो हाथ थामी ना शकुं Gujarati Gazal By Naresh K. Dodia

तकदीरमां मारी नथी ए मानवीनो हाथ थामी ना शकुं Gujarati Gazal By Naresh K. Dodia
तकदीरमां मारी नथी ए मानवीनो हाथ थामी ना शकुं Gujarati Gazal By Naresh K. Dodia
तकदीरमां मारी नथी ए मानवीनो हाथ थामी ना शकुं
हुं रंग एवो छुं हथेळीमां महेंदी जेम आवी ना शकुं

ठोकर सतत खाता रहीने मानवी समजे नही जे खेलने
पथ्थर-समी एनी मुरत पर कोइ’दी हुं स्मित लावी ना शकुं

एनो सितम केवा प्रकारे होय छे के स्मित लावुं के रडुं?
नखरा करे के ए करे देखाव,एनो ताग काढी ना शकुं

लज्जत मळे मारा ह्रदयने जो,गझलने दाद दिलथी होय तो?
दिलथी मळी ए दादनो आभार शब्दोथी हुं मानी ना शकुं

तकदीरनी बाजी सरी गइ हाथमाथी,बस पलक जपकी जरा
मारी हथेळी थामनाराने जीवनभर साथ राखी ना शकुं

लागे नही आ जिंदगी मारी नदी जेवी वहेती थइ हशे?
दरिया समी छे जात,पण हुं स्थान मारूं क्याय स्थापी ना शकुं

आस्वाद मयनो जिंदगीभर ताजगी काजे अमे लेता रह्यां
तेथी ज आवा लागणीना झांझवा आं कंठ हु पी ना शकुं

होती नथी तकदीरनी कृपा बधा शायरना जीवनमा भला
मारी’महोतरमा”करे ए प्रेम सामेथी हु आपी ना शकुं
-नरेश के.डॉडीया

તકદીરમાં મારી નથી એ માનવીનો હાથ થામી ના શકું
હું રંગ એવો છું હથેળીમાં મહેંદી જેમ આવી ના શકું

ઠોકર સતત ખાતા રહીને માનવી સમજે નહી જે ખેલને
પથ્થર-સમી એની મુરત પર કોઇ’દી હું સ્મિત લાવી ના શકું

એનો સિતમ કેવા પ્રકારે હોય છે કે સ્મિત લાવું કે રડું?
નખરા કરે કે એ કરે દેખાવ,એનો તાગ કાઢી ના શકું

લજ્જત મળે મારા હ્રદયને જો,ગઝલને દાદ દિલથી હોય તો?
દિલથી મળી એ દાદનો આભાર શબ્દોથી હું માની ના શકું

તકદીરની બાજી સરી ગઇ હાથમાથી,બસ પલક જપકી જરા
મારી હથેળી થામનારાને જીવનભર સાથ રાખી ના શકું

લાગે નહી આ જિંદગી મારી નદી જેવી વહેતી થઇ હશે?
દરિયા સમી છે જાત,પણ હું સ્થાન મારૂં ક્યાય સ્થાપી ના શકું

આસ્વાદ મયનો જિંદગીભર તાજગી કાજે અમે લેતા રહ્યાં
તેથી જ આવા લાગણીના ઝાંઝવા આં કંઠ હુ પી ના શકું

હોતી નથી તકદીરની કૃપા બધા શાયરના જીવનમા ભલા
મારી’મહોતરમા”કરે એ પ્રેમ સામેથી હુ આપી ના શકું
-નરેશ કે.ડૉડીયા
Advertisement