मारा लगी प्होचीने थाकी जाय छे Gujarati Gazal By Naresh K. Dodia

मारा लगी प्होचीने थाकी जाय छे Gujarati Gazal By Naresh K. Dodia
मारा लगी प्होचीने थाकी जाय छे Gujarati Gazal By Naresh K. Dodia
मारा लगी प्होचीने थाकी जाय छे
रस्तामा तारी याद हांफी जाय छे

छेपट लगी आवनने जावन ज्यां हती
त्यां आगणामा पत्र नाखी जाय छे

दूरीने कायम हु मुसीबत मानतो
सपनामा कोई साथ आपी जाय छे

ज्यां हारमाळा यादनी कायम मळे
त्या एकलोती क्षणनी यादी जाय छे

आदत ए माणसनी छोडी शकतो नथी
जे प्रेमनी लत रोज पाडी जाय छे

पापण उपर बेठक जमावी कायमी
एवां विरहना आंसु जामी जाय छे

आबोहवा च्हेरानी बदली गइ हवे
झाकळ जे रीते फूल छांडी जाय छे

उत्तम गझल काव्यो अमस्ता ना बने
ए प्रेम छे,सधळुं लखावी जाय छे

मारी “महोतरमानो” केवो छे कसब
बे श्वास आपी उम्र मांगी जाय छे
-नरेश के.डॉडीया

મારા લગી પ્હોચીને થાકી જાય છે
રસ્તામા તારી યાદ હાંફી જાય છે

છેપટ લગી આવનને જાવન જ્યાં હતી
ત્યાં આગણામા પત્ર નાખી જાય છે

દૂરીને કાયમ હુ મુસીબત માનતો
સપનામા કોઈ સાથ આપી જાય છે

જ્યાં હારમાળા યાદની કાયમ મળે
ત્યા એકલોતી ક્ષણની યાદી જાય છે

આદત એ માણસની છોડી શકતો નથી
જે પ્રેમની લત રોજ પાડી જાય છે

પાપણ ઉપર બેઠક જમાવી કાયમી
એવાં વિરહના આંસુ જામી જાય છે

આબોહવા ચ્હેરાની બદલી ગઇ હવે
ઝાકળ જે રીતે ફૂલ છાંડી જાય છે

ઉત્તમ ગઝલ કાવ્યો અમસ્તા ના બને
એ પ્રેમ છે,સધળું લખાવી જાય છે

મારી “મહોતરમાનો” કેવો છે કસબ
બે શ્વાસ આપી ઉમ્ર માંગી જાય છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a comment