आ अमथुं हेत ज्यां उभराय जातुं होय छे Gujarati Gazal By Naresh K. Dodia

आ अमथुं हेत ज्यां उभराय जातुं होय छे Gujarati Gazal By Naresh K. Dodia
आ अमथुं हेत ज्यां उभराय जातुं होय छे Gujarati Gazal By Naresh K. Dodia
आ अमथुं हेत ज्यां उभराय जातुं होय छे
ए पण बोले छे दिलमां कैक थातुं होय छे

आ होठो पर सुका शब्दोने अडकीलो तमे
तमारा स्पर्शमा खूश्बूनुं भातुं होय छे

गुलाबी होवुं फूलोना इजाराओ नथी
तमारा दिलमां उपवन एक रातुं होय छे

हु उर्मिओने संधरतो नथी तेथी ज तो
तमारा दिलमां मारूं एक खातुं होय छे

तमारी कामनाओने पूरी करतो रहुं
ने तेथी काव्य उर्मि गीत गातुं होय छे

अमारी शायरीमां भाव नोखो होय छे
मुहोबतथी घणु आगळ लखातुं होय छे

“महोतरमांनी” छे आराधनां शब्दो थकी
आ रीते गीत चाहतनुं गवातुं होय छे
-नरेश के.डॉडीया
આ અમથું હેત જ્યાં ઉભરાય જાતું હોય છે
એ પણ બોલે છે દિલમાં કૈક થાતું હોય છે

આ હોઠો પર સુકા શબ્દોને અડકીલો તમે
તમારા સ્પર્શમા ખૂશ્બૂનું ભાતું હોય છે

ગુલાબી હોવું ફૂલોના ઇજારાઓ નથી
તમારા દિલમાં ઉપવન એક રાતું હોય છે

હુ ઉર્મિઓને સંધરતો નથી તેથી જ તો
તમારા દિલમાં મારૂં એક ખાતું હોય છે

તમારી કામનાઓને પૂરી કરતો રહું
ને તેથી કાવ્ય ઉર્મિ ગીત ગાતું હોય છે

અમારી શાયરીમાં ભાવ નોખો હોય છે
મુહોબતથી ઘણુ આગળ લખાતું હોય છે

“મહોતરમાંની” છે આરાધનાં શબ્દો થકી
આ રીતે ગીત ચાહતનું ગવાતું હોય છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement