चातक समी मारी तरसनी राह छे Gujarati Gazal By Naresh K. Dodia

चातक समी मारी तरसनी राह छे Gujarati Gazal By Naresh K. Dodia
चातक समी मारी तरसनी राह छे Gujarati Gazal By Naresh K. Dodia
चातक समी मारी तरसनी राह छे
ने जोजनो आधे नदीनो घाट छे

तारी शरत मूजब हु वर्तुं छुं छता
कायमनो तारो एक धारो दाब छे

मारी खबर लेवानी तस्दी लो जरां
तारा विना दिलमा सूनो धबकार छे

सुंदरता तारी कायमी ओळख बनी
तुं त्यारथी मारी गझलनी शान छे

जेवो छुं हुं एवो जं मळवानो तने
जे तुं भणावे छे ए नवतर पाठ छे

घुंघवे छे दरियो रोज करता कै अलग
भीतर नदी वच्चे थती खटराग छे

हुं कायमी ठेकाणु आपुं मारु पण,
तारा हदय वच्चे छुपुं रहेठाण छे

अधिकार तुं जे भोगवे छे कायमी
दोरी विना बांधी शके ए गांठ छे

तारी ज मनमानी चलावी छे सतत
मस्तीमां शायरनी छुपी रजुआत छे

तुं रोज नखरा पण नवा करती रहे
तारी अदामां वीजळीनो नाद छे

तुं एटले फावी “महोतरमा” सदा
मारा उपर तारी दयानो हाथ छे
-नरेश के.डॉडीया
ચાતક સમી મારી તરસની રાહ છે
ને જોજનો આધે નદીનો ઘાટ છે

તારી શરત મૂજબ હુ વર્તું છું છતા
કાયમનો તારો એક ધારો દાબ છે

મારી ખબર લેવાની તસ્દી લો જરાં
તારા વિના દિલમા સૂનો ધબકાર છે

સુંદરતા તારી કાયમી ઓળખ બની
તું ત્યારથી મારી ગઝલની શાન છે

જેવો છું હું એવો જં મળવાનો તને
જે તું ભણાવે છે એ નવતર પાઠ છે

ઘુંઘવે છે દરિયો રોજ કરતા કૈ અલગ
ભીતર નદી વચ્ચે થતી ખટરાગ છે

હું કાયમી ઠેકાણુ આપું મારુ પણ,
તારા હદય વચ્ચે છુપું રહેઠાણ છે

અધિકાર તું જે ભોગવે છે કાયમી
દોરી વિના બાંધી શકે એ ગાંઠ છે

તારી જ મનમાની ચલાવી છે સતત
મસ્તીમાં શાયરની છુપી રજુઆત છે

તું રોજ નખરા પણ નવા કરતી રહે
તારી અદામાં વીજળીનો નાદ છે

તું એટલે ફાવી “મહોતરમા” સદા
મારા ઉપર તારી દયાનો હાથ છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement