जिंदगीमां लागणीनो आधार होवो जोइए Gujarati Gazal By Naresh K. Dodia

जिंदगीमां लागणीनो आधार होवो जोइए Gujarati Gazal By Naresh K. Dodia
जिंदगीमां लागणीनो आधार होवो जोइए Gujarati Gazal By Naresh K. Dodia
जिंदगीमां लागणीनो आधार होवो जोइए
एक माणस नामथी जीवन सार होवो जोइए

कोइ बाळक जेम नखरा करवा गमे छे ज्या मने
ए गझलनी गोदमां मारो भार होवो जोइए

प्रेम भादरवाना हाथीया जेम वरसे तो साचो     
जेम वरसे एम ए अनराधार होवो जोइए

एक आखी जिंदगीनो मतलब कशो होतो नथी
जिंदगीनो एक मतलब बेकार होवो जोइए        

कोइ प्रेमीनी कबरने घर जेम शणगारो सदा 
ए कबर पर फूलनो पण संसार होवो जोइए

आंसुने संताडतो फरतो रहुं कैं मतलब नथी
दुःख माटे जात नो पण आभार होवो जोइए

प्यार साथे यार दोस्तोनी पण जमावट जोइए
रडता जोइने हसावे ए यार होवो जोइए

हाथ जेने सोपता डर लागे नही तकलीफमां
जीव एनो आपवामां दातार होवो जोइए

आंखमा बेबाक मस्ती साथे छलोछल जाम लइ
पीवडावे ए "महोतरमानो" प्यार होवो जोइए
-नरेश के.डॉडीया

જિંદગીમાં લાગણીનો આધાર હોવો જોઇએ
એક માણસ નામથી જીવન સાર હોવો જોઇએ

કોઇ બાળક જેમ નખરા કરવા ગમે છે જ્યા મને
એ ગઝલની ગોદમાં મારો ભાર હોવો જોઇએ

પ્રેમ ભાદરવાના હાથીયા જેમ વરસે તો સાચો     
જેમ વરસે એમ એ અનરાધાર હોવો જોઇએ

એક આખી જિંદગીનો મતલબ કશો હોતો નથી
જિંદગીનો એક મતલબ બેકાર હોવો જોઇએ        

કોઇ પ્રેમીની કબરને ઘર જેમ શણગારો સદા 
એ કબર પર ફૂલનો પણ સંસાર હોવો જોઇએ

આંસુને સંતાડતો ફરતો રહું કૈં મતલબ નથી
દુઃખ માટે જાત નો પણ આભાર હોવો જોઇએ

પ્યાર સાથે યાર દોસ્તોની પણ જમાવટ જોઇએ
રડતા જોઇને હસાવે એ યાર હોવો જોઇએ

હાથ જેને સોપતા ડર લાગે નહી તકલીફમાં
જીવ એનો આપવામાં દાતાર હોવો જોઇએ

આંખમા બેબાક મસ્તી સાથે છલોછલ જામ લઇ
પીવડાવે એ "મહોતરમાનો" પ્યાર હોવો જોઇએ
-નરેશ કે.ડૉડીયા
Advertisement