तारोने मारो प्रेम दुनियानी विरल धटना छे Gujarati Gazal By Naresh K. Dodia

तारोने मारो प्रेम दुनियानी विरल धटना छे Gujarati Gazal By Naresh K. Dodia
तारोने मारो प्रेम दुनियानी विरल धटना छे Gujarati Gazal By Naresh K. Dodia
तारोने मारो प्रेम दुनियानी विरल धटना छे
तेथी ज तो तारीने मारी चो-तरफ चर्चा छे

आखा जगतथी हुं छुपावुं भेद केवा केवा
मळवाने माटे शब्दथी आगळ धणा रस्ता छे

आ टेरवाने रोजनी आदत पडी छे तारी
शब्दो जतावे छे के तारी केटली परवा छे

मारा ह्रदयमां पेशकदमी ज्यारथी तारी छे
ने त्यारथी लागे विचारो बेउनां सरखा छे

आवी छे एन्ड्रोइड सुवीधा फोनमां सवलत थइ
ने त्यारथी मारी तमामे लागणी टचमां छे

भीतर भरोसानुं जगत आखु भर्युं छे त्यारे
देवी तरीके नामथी तारा सतत सजदा छे

जीवन सफरनो अंत ज्यारे आववानो मारो
जाणी जशे तुं केद,मारी आखरी क्षणमा छे

मारी “महोतरमां” सजावुं शब्दमां हुं तने
त्यारे तने पण लागशे तुं प्रेमनां घरमा छे
-नरेश के.डॉडीया

તારોને મારો પ્રેમ દુનિયાની વિરલ ધટના છે
તેથી જ તો તારીને મારી ચો-તરફ ચર્ચા છે

આખા જગતથી હું છુપાવું ભેદ કેવા કેવા
મળવાને માટે શબ્દથી આગળ ધણા રસ્તા છે

આ ટેરવાને રોજની આદત પડી છે તારી
શબ્દો જતાવે છે કે તારી કેટલી પરવા છે

મારા હ્રદયમાં પેશકદમી જ્યારથી તારી છે
ને ત્યારથી લાગે વિચારો બેઉનાં સરખા છે

આવી છે એન્ડ્રોઇડ સુવીધા ફોનમાં સવલત થઇ
ને ત્યારથી મારી તમામે લાગણી ટચમાં છે

ભીતર ભરોસાનું જગત આખુ ભર્યું છે ત્યારે
દેવી તરીકે નામથી તારા સતત સજદા છે

જીવન સફરનો અંત જ્યારે આવવાનો મારો
જાણી જશે તું કેદ,મારી આખરી ક્ષણમા છે

મારી “મહોતરમાં” સજાવું શબ્દમાં હું તને
ત્યારે તને પણ લાગશે તું પ્રેમનાં ઘરમા છે
-નરેશ કે.ડૉડીયા


Advertisement

No comments:

Post a comment