आंखमाथी द्रश्यो हवे खसता नथी Gujarati Gazal By Naresh K. Dodia

आंखमाथी द्रश्यो हवे खसता नथी Gujarati Gazal By Naresh K. Dodia
आंखमाथी द्रश्यो हवे खसता नथी Gujarati Gazal By Naresh K. Dodia
आंखमाथी द्रश्यो हवे खसता नथी
ए ज गमता च्हेरा हवे मळतां नथी

एमने नीचे जोइने मांग्यो मने
त्यारथी तारा आभमां खरता नथी

दइ शकुं छुं ओसड मळे जो प्रेमनुं
पण अमुक रोगो दवाथी मटता नथी

रोज कालावाला करी मतलब नथी
वात दिलनी कानेथी सांभळतां नथी

एमने आदतवश करी वातो बधी
पण अमे वातोमा हवे फसता नथी

प्रश्न एवा जीवन वखत आव्ये पूछे
ए सवालोना जवाबो जडता नथी

वेदना चूभे छे हवे विषदंत थइ
उंहकारो चाहे छतां भणतां नथी

आ महोतरमानां रवाडे शुं चड्यो
शब्द एनी चाहत विनां सजतां नथी
-नरेश के.डॉडीया
આંખમાથી દ્રશ્યો હવે ખસતા નથી
એ જ ગમતા ચ્હેરા હવે મળતાં નથી

એમને નીચે જોઇને માંગ્યો મને
ત્યારથી તારા આભમાં ખરતા નથી

દઇ શકું છું ઓસડ મળે જો પ્રેમનું
પણ અમુક રોગો દવાથી મટતા નથી

રોજ કાલાવાલા કરી મતલબ નથી
વાત દિલની કાનેથી સાંભળતાં નથી

એમને આદતવશ કરી વાતો બધી
પણ અમે વાતોમા હવે ફસતા નથી

પ્રશ્ન એવા જીવન વખત આવ્યે પૂછે
એ સવાલોના જવાબો જડતા નથી

વેદના ચૂભે છે હવે વિષદંત થઇ
ઉંહકારો ચાહે છતાં ભણતાં નથી

આ મહોતરમાનાં રવાડે શું ચડ્યો
શબ્દ એની ચાહત વિનાં સજતાં નથી
-નરેશ કે.ડૉડીયા

Advertisement

No comments:

Post a comment