बस एक जामगरी पछी चापवानी होय छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
बस एक जामगरी पछी चापवानी होय छे Gujarati Gazal By Naresh K. Dodia |
बस एक जामगरी पछी चापवानी होय छे
खुद जात ज्यारे आपणे बाळवानी होय छे
हळवे रहीने आपणा ए बनी जाशे पछी
मीठाश माणस जोइने चाखवानी होय छे
एने सदा आंबा अने आंबली देखाडजे
जे मानवी नी वात ना मानवानी होय छे
तूटी गयेला श्वासने सांधवाथी शुं वळे?
तूटी भले पण जिंदगी जीववानी होय छे
खाली पणाना भारमां क्या सुधी तुं जीवशे?
एकांतमा ए पळ सदा थामवानी होय छे
हाजर थवुं गमतुं नथी जे जगाए कोइने
गमती नथी एवी रसम फाववानी होय छे
भोळी गणीने लागणीनी जातने साचवी
छणका करे छे तोय बुच कारवानी होयछे
कोणे कहयु आखो दिवस यादमा लखतो रहे?
तारे “महोतरमाने” बस चाहवानी होय छे.
-नरेश के.डॉडीया
બસ એક જામગરી પછી ચાપવાની હોય છે
ખુદ જાત જ્યારે આપણે બાળવાની હોય છે
હળવે રહીને આપણા એ બની જાશે પછી
મીઠાશ માણસ જોઇને ચાખવાની હોય છે
એને સદા આંબા અને આંબલી દેખાડજે
જે માનવી ની વાત ના માનવાની હોય છે
તૂટી ગયેલા શ્વાસને સાંધવાથી શું વળે?
તૂટી ભલે પણ જિંદગી જીવવાની હોય છે
ખાલી પણાના ભારમાં ક્યા સુધી તું જીવશે?
એકાંતમા એ પળ સદા થામવાની હોય છે
હાજર થવું ગમતું નથી જે જગાએ કોઇને
ગમતી નથી એવી રસમ ફાવવાની હોય છે
ભોળી ગણીને લાગણીની જાતને સાચવી
છણકા કરે છે તોય બુચ કારવાની હોયછે
કોણે કહયુ આખો દિવસ યાદમા લખતો રહે?
તારે “મહોતરમાને” બસ ચાહવાની હોય છે.
-નરેશ કે.ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a comment