तने चाहवुं एटले Gujarati Kavita By Naresh K. Dodia
![]() |
तने चाहवुं एटले Gujarati Kavita By Naresh K. Dodia |
तने चाहवुं एटले
ज्यां लव कवोटस,शेर शायरी
अने प्रेमनी वातो इत्यादीने भूलीने
सतत अने रोज बरोज
तने लायक बनवानी
कदीना पूरी थनारी अवरित प्रक्रिया
एटले
तने सतत चाहतां रहेवानुं
मने चेलेन्ज करनारुं अभियान
छतां पण आगला संवादने भूलीने
फरी मळीये त्यारे ए ज आशा जागी उठे के
तुं फरी पाछी ए ज युनिवर्सिटीनी मुग्ध कन्या
जेवी मारी साथे वात करे
अंते आपणा बंनेना
रसनां विषयो पर लांबी चर्चां पछी
मात्र छेल्ले एक ज लागणीभीना अवाजमां
हुं सांभळुं छु - "आइ लव यु नरेन" -
त्यारे मारा रूवेरूंवामां तारा माटे
तारूं मारुं जिंदगीमां होवानुं अभिमान
उगी नीकळी छे...
अने एक अहेसास ठॉकी वगाडीने मने ढंढॉळीने
कहे छे.....
"कोइने लायक बनतां पहेलां लायकात केळववी जरूरी छे..
कोइ जाजरमान स्त्री ज्यारे आइ लव यु कहे छे...
एटले एनो मतलब साफ छे के
पसंदगीनां भरपूर अवकाश वच्चे
ए जाजरमान स्त्रीए तने प्रेम करवां माटे पंसंद कर्यो छे."
पछी मनोमन मने मारा माटे अभिमान थइ जाय छे..
-नरेश के.डॉडीया
તને ચાહવું એટલે
જ્યાં લવ કવોટસ,શેર શાયરી
અને પ્રેમની વાતો ઇત્યાદીને ભૂલીને
સતત અને રોજ બરોજ
તને લાયક બનવાની
કદીના પૂરી થનારી અવરિત પ્રક્રિયા
એટલે
તને સતત ચાહતાં રહેવાનું
મને ચેલેન્જ કરનારું અભિયાન
છતાં પણ આગલા સંવાદને ભૂલીને
ફરી મળીયે ત્યારે એ જ આશા જાગી ઉઠે કે
તું ફરી પાછી એ જ યુનિવર્સિટીની મુગ્ધ કન્યા
જેવી મારી સાથે વાત કરે
અંતે આપણા બંનેના
રસનાં વિષયો પર લાંબી ચર્ચાં પછી
માત્ર છેલ્લે એક જ લાગણીભીના અવાજમાં
હું સાંભળું છુ - "આઇ લવ યુ નરેન" -
ત્યારે મારા રૂવેરૂંવામાં તારા માટે
તારૂં મારું જિંદગીમાં હોવાનું અભિમાન
ઉગી નીકળી છે...
અને એક અહેસાસ ઠૉકી વગાડીને મને ઢંઢૉળીને
કહે છે.....
"કોઇને લાયક બનતાં પહેલાં લાયકાત કેળવવી જરૂરી છે..
કોઇ જાજરમાન સ્ત્રી જ્યારે આઇ લવ યુ કહે છે...
એટલે એનો મતલબ સાફ છે કે
પસંદગીનાં ભરપૂર અવકાશ વચ્ચે
એ જાજરમાન સ્ત્રીએ તને પ્રેમ કરવાં માટે પંસંદ કર્યો છે."
પછી મનોમન મને મારા માટે અભિમાન થઇ જાય છે..
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Kavita
No comments:
Post a comment