घणा दिवसो पछी आजे तारा चहेराने निरखीने जोयो Gujarati Kavita By Naresh K. Dodia

घणा दिवसो पछी आजे तारा चहेराने निरखीने जोयो Gujarati Kavita By Naresh K. Dodia
घणा दिवसो पछी
आजे तारा चहेराने निरखीने जोयो
खास तो कशुं नविन जोवा ना मळ्युं
रोज तो हुं तने जोतो रहुं छुं

तुं तारा रोजींदा कामो करती होय छे त्यारे
जेम के
जे छोकराओने
तारा हाथे तैयार करीने स्कुले मोकलती
हती

ए छोकराओ  
आजे ट्रेन्डी फेशननां कपडा जाते पंसद करे छे
पोतानी रीते तैयार थइने पुछे छे,
मोम,हुं केवो लागुं छु?
अने
मोम,हुं केवी लागुं छुं?
आजे ए छोकराओ आपणा बंने करतां
कदमां चार इंच उंचा देखाइ छे

पछी तारा चहेराना अतितमां एक आंटो मारी
फरी तारा चहेरानां वर्तमानने हुं जोउं छुं
त्यारे अतित याद आवे छे  

तुं घरनां काम करती हती  त्यारे
युवानी तारी आगळ पाछळ फरती होय एवु देखातुं
सवारथी लइने सांज सुधी कंइकनी करती रहेती हती         

वर्तमानमां तु कशुं नथी करती छतां
युवानी तारो साथ छोडवा नथी मांगती
ए स्पष्ट देखाइ आवे छे
पण तने खबर छे के
पुरुषनी आंखोनी भाषा,
स्त्रीना शरीरना शब्दकोष बहारनी छे

हा!तारी हडपची नीचे थोडी थोडी करचली देखाइ छे
तारा हेर रूटसमां सफेदी साथे लडी लडीने छुपाइ छे
आगळ जे वाळनां गुच्छाओ घटादार हता त्यां
आजे घटाडॉ देखाइ आवे छे
छता!पण चहेरानी मासुमियत अने लीसापणाने
तें बळजबरीथी साचवी राखी छे,ए तारुं जमापासुं छे
मारी आंखो साथे तारा
शरीरनी केमिस्ट्री जे पहेला हती
आजे एटली प्रयोगशील रही नथी
अने ए तीव्रतांमां थोडॉ घटाडॉ देखाइ छे

पण!!
आजे लग्ननां पच्चीस वर्ष पछी समजातुं नथी
तारी आंखोमां जे प्रेम हतो एमां सतत
वधारो थतो रहे छे
शुं एने
कोइ रासायाणिक प्रक्रिया के
उमरबाध
भूतकाळ
वर्तमान
जेवा संयोजनो नही नडता होय?

परणीने आवी एना करता
मने लागे छे आज जे रीते प्रेम करे छे
ए प्रेम मने सदा युवान बनावी राखे छे

गझब छे सालुं!
आ स्त्रीओनो प्रेम समजातो नथी!!!
- नरेश के.डॉडीया

ઘણા દિવસો પછી
આજે તારા ચહેરાને નિરખીને જોયો
ખાસ તો કશું નવિન જોવા ના મળ્યું
રોજ તો હું તને જોતો રહું છું

તું તારા રોજીંદા કામો કરતી હોય છે ત્યારે
જેમ કે
જે છોકરાઓને
તારા હાથે તૈયાર કરીને સ્કુલે મોકલતી
હતી

એ છોકરાઓ  
આજે ટ્રેન્ડી ફેશનનાં કપડા જાતે પંસદ કરે છે
પોતાની રીતે તૈયાર થઇને પુછે છે,
મોમ,હું કેવો લાગું છુ?
અને
મોમ,હું કેવી લાગું છું?
આજે એ છોકરાઓ આપણા બંને કરતાં
કદમાં ચાર ઇંચ ઉંચા દેખાઇ છે

પછી તારા ચહેરાના અતિતમાં એક આંટો મારી
ફરી તારા ચહેરાનાં વર્તમાનને હું જોઉં છું
ત્યારે અતિત યાદ આવે છે  

તું ઘરનાં કામ કરતી હતી  ત્યારે
યુવાની તારી આગળ પાછળ ફરતી હોય એવુ દેખાતું
સવારથી લઇને સાંજ સુધી કંઇકની કરતી રહેતી હતી         

વર્તમાનમાં તુ કશું નથી કરતી છતાં
યુવાની તારો સાથ છોડવા નથી માંગતી
એ સ્પષ્ટ દેખાઇ આવે છે
પણ તને ખબર છે કે
પુરુષની આંખોની ભાષા,
સ્ત્રીના શરીરના શબ્દકોષ બહારની છે

હા!તારી હડપચી નીચે થોડી થોડી કરચલી દેખાઇ છે
તારા હેર રૂટસમાં સફેદી સાથે લડી લડીને છુપાઇ છે
આગળ જે વાળનાં ગુચ્છાઓ ઘટાદાર હતા ત્યાં
આજે ઘટાડૉ દેખાઇ આવે છે
છતા!પણ ચહેરાની માસુમિયત અને લીસાપણાને
તેં બળજબરીથી સાચવી રાખી છે,એ તારું જમાપાસું છે
મારી આંખો સાથે તારા
શરીરની કેમિસ્ટ્રી જે પહેલા હતી
આજે એટલી પ્રયોગશીલ રહી નથી
અને એ તીવ્રતાંમાં થોડૉ ઘટાડૉ દેખાઇ છે

પણ!!
આજે લગ્નનાં પચ્ચીસ વર્ષ પછી સમજાતું નથી
તારી આંખોમાં જે પ્રેમ હતો એમાં સતત
વધારો થતો રહે છે
શું એને
કોઇ રાસાયાણિક પ્રક્રિયા કે
ઉમરબાધ
ભૂતકાળ
વર્તમાન
જેવા સંયોજનો નહી નડતા હોય?

પરણીને આવી એના કરતા
મને લાગે છે આજ જે રીતે પ્રેમ કરે છે
એ પ્રેમ મને સદા યુવાન બનાવી રાખે છે

ગઝબ છે સાલું!
આ સ્ત્રીઓનો પ્રેમ સમજાતો નથી!!!
- નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a comment