गुजराती शेर By Naresh K. Dodia

गुजराती शेर  By Naresh K. Dodia
गुजराती शेर  By Naresh K. Dodia
छायडानी खोजमां आ जिंदगी काढी नाखी
रोज नमती डाळने कारण विना वाढी नाखी

वारसागत टेव खूल्ला मनथी हसवानी मळी
मापसरनुं स्मित ए कारणथी प्हेरातुं नथी

कयारेक कदने पण अकारण नानुं करवु पडे छे
आ काम एवुं छे,जे छानुं-मांनु करवुं पडे छे

कोइ बाळक जेम नखरा करवा गमे छे ज्या मने
ए गझलनी गोदमां मारो भार होवो जोइए

मारी दुआमां तुं असर थइ रोज फळती रहे छे
हुं नाम तारूं लउ,खुदा थइ रोज मळती रहे छे

एक इच्छाना नगरमा रातवासो करवो छे
जिंदगीनो एक कीस्सो मारेय ताजो करवो छे

बेंउनी आंखे जळ वही रह्यां छे
प्रेमनुं फळ ए भोगवी रह्यां छे

ले! आपणा वच्चे हवे क्यां प्रेम छे
जें आपणी वच्चे छे सधळॉ व्हेम छे

कोइना प्यारा थइ जवुं आसान थोडुं छे अही
सौने ए देखाडी ना शके ए धाव गणतो होय छे

पराणे कोइनां व्हाला बनी शकतां नथी
वचन ठाला दईने छेतरी शकतां  नथी

काकलुदी एक माणस क्यां सुधी करशे भला
ज्यां दुआ फळती नथी त्यां हाथ क्यां जोडाय छे

ना त्रोफावी शकीए छुंदणाना मोर हाथे
नवी फेशन तरीके ए खपावी ना शकीए
- नरेश के. डॉडीया 
છાયડાની ખોજમાં આ જિંદગી કાઢી નાખી
રોજ નમતી ડાળને કારણ વિના વાઢી નાખી

વારસાગત ટેવ ખૂલ્લા મનથી હસવાની મળી
માપસરનું સ્મિત એ કારણથી પ્હેરાતું નથી

કયારેક કદને પણ અકારણ નાનું કરવુ પડે છે
આ કામ એવું છે,જે છાનું-માંનુ કરવું પડે છે

કોઇ બાળક જેમ નખરા કરવા ગમે છે જ્યા મને
એ ગઝલની ગોદમાં મારો ભાર હોવો જોઇએ

મારી દુઆમાં તું અસર થઇ રોજ ફળતી રહે છે
હું નામ તારૂં લઉ,ખુદા થઇ રોજ મળતી રહે છે

એક ઇચ્છાના નગરમા રાતવાસો કરવો છે
જિંદગીનો એક કીસ્સો મારેય તાજો કરવો છે

બેંઉની આંખે જળ વહી રહ્યાં છે
પ્રેમનું ફળ એ ભોગવી રહ્યાં છે

લે! આપણા વચ્ચે હવે ક્યાં પ્રેમ છે
જેં આપણી વચ્ચે છે સધળૉ વ્હેમ છે

કોઇના પ્યારા થઇ જવું આસાન થોડું છે અહી
સૌને એ દેખાડી ના શકે એ ધાવ ગણતો હોય છે

પરાણે કોઇનાં વ્હાલા બની શકતાં નથી
વચન ઠાલા દઈને છેતરી શકતાં  નથી

કાકલુદી એક માણસ ક્યાં સુધી કરશે ભલા
જ્યાં દુઆ ફળતી નથી ત્યાં હાથ ક્યાં જોડાય છે

ના ત્રોફાવી શકીએ છુંદણાના મોર હાથે
નવી ફેશન તરીકે એ ખપાવી ના શકીએ
- નરેશ કે. ડૉડીયા 

Advertisement