केटलाक गुजराती शेर - By नरेश के. डॉडीया

केटलाक गुजराती शेर - By नरेश के. डॉडीया
केटलाक गुजराती शेर - By नरेश के. डॉडीया  
हुं सुफी जेवो बधाने केम लागुं छुं कहो

एक तारा स्पर्शथी तबदील छुं लोबानमां

खूश्बू आवी रही छे क्यांकथी ताजा गुलाबनी,
शायद बारी रही गइ छे खुली एना मकाननी.

अखबार थै सांजे जुनो ना थइ शकुं जाणी ले
ए पानु छुं ज्या..याद खुद अक्षरो बनी भटके छे

सतत ज्यां खालिपानुं राज चाले आभमां,तेथी ज 
आ धरती पर सतत जोडी नवी बनती रहेवानी

मारी महोतरमा रूपाळी होय तो भले
साथे तुं मारा प्यारनो शणगार राखजे

परख साची बधानी होय एवुं क्यां जरूरी छे
गमे नहि गीत,गझलो,काव्य तो दोस्तो भजन करजो

थोडी उदासी साथ एकलता ने तारी याद 
बस!ए पछी अक्षरो करे मारी कलमने साद 

में ज्यारथी तारी लटो होठोने अडती जोइ छे 
ए रीतथी मारी गझलना शब्द अडतो होंउ छुं 

कोइनी आंखो जो कदी तारा उपर पडे
शायरनी छे मिलकत तु कायम ख्याल राखजे

श्वास साथे नाम जेनुं हुं सतत लेतो रहुं छुं..
ए ज माणसनी कमीने हुं सतत स्हेतो रहुं छुं.

फूलो उपर झाकळ बनी जीवी जवुं जिंदगी छे
सौनी खूशीनी पळ बनी जीवी जवुं बंदगी छे 

आपवुं पडशे मने मजरे,तुं ज्यारे पण मळे
लागणीनां व्याजनी वसुलात छे मारी गझल
-नरेश के.डॉडीया
હું સુફી જેવો બધાને કેમ લાગું છું કહો
એક તારા સ્પર્શથી તબદીલ છું લોબાનમાં

ખૂશ્બૂ આવી રહી છે ક્યાંકથી તાજા ગુલાબની,
શાયદ બારી રહી ગઇ છે ખુલી એના મકાનની.

અખબાર થૈ સાંજે જુનો ના થઇ શકું જાણી લે
એ પાનુ છું જ્યા..યાદ ખુદ અક્ષરો બની ભટકે છે

સતત જ્યાં ખાલિપાનું રાજ ચાલે આભમાં,તેથી જ 
આ ધરતી પર સતત જોડી નવી બનતી રહેવાની

મારી મહોતરમા રૂપાળી હોય તો ભલે
સાથે તું મારા પ્યારનો શણગાર રાખજે

પરખ સાચી બધાની હોય એવું ક્યાં જરૂરી છે
ગમે નહિ ગીત,ગઝલો,કાવ્ય તો દોસ્તો ભજન કરજો

થોડી ઉદાસી સાથ એકલતા ને તારી યાદ 
બસ!એ પછી અક્ષરો કરે મારી કલમને સાદ 

મેં જ્યારથી તારી લટો હોઠોને અડતી જોઇ છે 
એ રીતથી મારી ગઝલના શબ્દ અડતો હોંઉ છું 

કોઇની આંખો જો કદી તારા ઉપર પડે
શાયરની છે મિલકત તુ કાયમ ખ્યાલ રાખજે

શ્વાસ સાથે નામ જેનું હું સતત લેતો રહું છું..
એ જ માણસની કમીને હું સતત સ્હેતો રહું છું.

ફૂલો ઉપર ઝાકળ બની જીવી જવું જિંદગી છે
સૌની ખૂશીની પળ બની જીવી જવું બંદગી છે 

આપવું પડશે મને મજરે,તું જ્યારે પણ મળે
લાગણીનાં વ્યાજની વસુલાત છે મારી ગઝલ
-નરેશ કે.ડૉડીયા
Advertisement