ज्या सुधी तुं प्रेम करशे त्या सुधी तकरार छे Gujarati Gazal By Naresh K. Dodia

ज्या सुधी तुं प्रेम करशे त्या सुधी तकरार छे Gujarati Gazal By Naresh K. Dodia
ज्या सुधी तुं प्रेम करशे त्या सुधी तकरार छे Gujarati Gazal By Naresh K. Dodia
ज्या सुधी तुं प्रेम करशे त्या सुधी तकरार छे
रोफ धारक आपणे सरखा ने सरखो प्यार छे

ए तरीका अपनावे मनसूफी मूजब घणा
लागणीना शस्त्र पर एनो बधो अधिकार छे

एक धारो प्यार एने आपवो गमतो नथी
एमना सप्ताहमा कायमना बे रविवार छे

मौन धारण एमने गमतुं रहे कारण विना
मुखमां तो जाणे तुमाखीनो नवो उपहार छे 

चालवा ना दे ए कारी एक पण मारी कदी
जीतवानी बाजीमां लागे के मारी हार छे

हुं ममत मारी कदी पण मूकवानो छुं नही
एय जाणे छे कठण दिलमां फूलोनी ब्हार छे.

आंख छलकी जाय छे एकांतमा एनी कदी
ने कहे छे,”के दूरीनो आ बधो आभार छे.”

ए ह्रदय क्यारेक एकलताने बहुं गमतुं हतुं
आज त्या बे जणाना प्यारनो संसार छे.

शब्दना सहवाशमा ज्यारे”महोतरमा”भळे
सौने लागे के गझलमां लागणी श्रीकार छे
-नरेश के.डॉडीया 

જ્યા સુધી તું પ્રેમ કરશે ત્યા સુધી તકરાર છે
રોફ ધારક આપણે સરખા ને સરખો પ્યાર છે

એ તરીકા અપનાવે મનસૂફી મૂજબ ઘણા
લાગણીના શસ્ત્ર પર એનો બધો અધિકાર છે

એક ધારો પ્યાર એને આપવો ગમતો નથી
એમના સપ્તાહમા કાયમના બે રવિવાર છે

મૌન ધારણ એમને ગમતું રહે કારણ વિના
મુખમાં તો જાણે તુમાખીનો નવો ઉપહાર છે 

ચાલવા ના દે એ કારી એક પણ મારી કદી
જીતવાની બાજીમાં લાગે કે મારી હાર છે

હું મમત મારી કદી પણ મૂકવાનો છું નહી
એય જાણે છે કઠણ દિલમાં ફૂલોની બ્હાર છે.

આંખ છલકી જાય છે એકાંતમા એની કદી
ને કહે છે,”કે દૂરીનો આ બધો આભાર છે.”

એ હ્રદય ક્યારેક એકલતાને બહું ગમતું હતું
આજ ત્યા બે જણાના પ્યારનો સંસાર છે.

શબ્દના સહવાશમા જ્યારે”મહોતરમા”ભળે
સૌને લાગે કે ગઝલમાં લાગણી શ્રીકાર છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement