रोनक आ तारा नामनी छे तो छे मारी गझलमां Gujarati Gazal By Naresh K. Dodia

रोनक आ तारा नामनी छे तो छे मारी गझलमां Gujarati Gazal By Naresh K. Dodia
रोनक आ तारा नामनी छे तो छे मारी गझलमां Gujarati Gazal By Naresh K. Dodia
रोनक आ तारा नामनी छे तो छे मारी गझलमां
आराधनां तारी आ रीते थाय प्यारी गझलमां     

करती रहे कायम वसुली लागणीओनी यारा
उर्मिओ रूपे तुं वसुंले आबकारी गझलमां        

तारी कसरने खोट समजी चालवानुं जीवनमां
तारी कमीनी कायमी बोले उधारी गझलमां          
     
तुं आयनां सामे उभी रही छोने शणगार करती        
तुं होय छे शब्दोनां देहे खुदथी सारी गझलमां       

अरमान नामे जिंदगीमां ते कयामत मचावी
आघे रहीने कहेर तुं राखे छे जारी गझलमां

उपवन सरीखो म्हेकतो आलम यथावत हजी छे
खूश्बू छे मारी लागणीनी रोज न्यारी गझलमां

श्रावणनी सगवडता मळे छे बारमासी नयनमां   
तारा विरहमां आसुंनी तादाद भारी गझलमां     

तारा नयनने आयनो जाणीने खुदने निहाळुं
तारा भरमने भेदनी खोली छे बारी गझलमां

जाणी नथी के तुं अजाणी पण नथी ते छतां पण
मारी “महोतरमां” छे शब्दोनी दूलारी गझलमां
-नरेश के.डॉडीया
રોનક આ તારા નામની છે તો છે મારી ગઝલમાં
આરાધનાં તારી આ રીતે થાય પ્યારી ગઝલમાં     

કરતી રહે કાયમ વસુલી લાગણીઓની યારા
ઉર્મિઓ રૂપે તું વસુંલે આબકારી ગઝલમાં        

તારી કસરને ખોટ સમજી ચાલવાનું જીવનમાં
તારી કમીની કાયમી બોલે ઉધારી ગઝલમાં          
     
તું આયનાં સામે ઉભી રહી છોને શણગાર કરતી        
તું હોય છે શબ્દોનાં દેહે ખુદથી સારી ગઝલમાં       

અરમાન નામે જિંદગીમાં તે કયામત મચાવી
આઘે રહીને કહેર તું રાખે છે જારી ગઝલમાં

ઉપવન સરીખો મ્હેકતો આલમ યથાવત હજી છે
ખૂશ્બૂ છે મારી લાગણીની રોજ ન્યારી ગઝલમાં

શ્રાવણની સગવડતા મળે છે બારમાસી નયનમાં   
તારા વિરહમાં આસુંની તાદાદ ભારી ગઝલમાં     

તારા નયનને આયનો જાણીને ખુદને નિહાળું
તારા ભરમને ભેદની ખોલી છે બારી ગઝલમાં

જાણી નથી કે તું અજાણી પણ નથી તે છતાં પણ
મારી “મહોતરમાં” છે શબ્દોની દૂલારી ગઝલમાં
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a comment