नथी गमता धणा कामो,छता करता रहीए Gujarati Gazal By Naresh K. Dodia

नथी गमता धणा कामो,छता करता रहीए Gujarati Gazal By Naresh K. Dodia
नथी गमता धणा कामो,छता करता रहीए Gujarati Gazal By Naresh K. Dodia
नथी गमता धणा कामो,छता करता रहीए 
पछी ब्हाना बतावी जातने छळता रहीए 

नथी गमतुं घणुं एवुं छता हसता रहीए 
नथी फसवुं छता जंजाळमा फसता रहीए 

करीने प्रेम पस्तावो शु करवानो अहींयां                        
फरीथी प्रेममां तारा सदा पडतां रहीए             

मळे छे मांगवाथी तो,दुआ करता रहेशे 
नथी मळतुं छता,रबनी सामे करगरतां रहीए 

अही कायम मगजने दिलनो झघडो होय दोस्तो      
पछी गझलो लखीने सूखमां हसता रहीए 

नथी तडको,नथी छायो,बधी मौसम छे सरखी        
भले हो पानखर के ब्हार,बस खिलतां रहीए 

जमावट तो अमारा ए जमानामा करी'ती 
सदा पाछोतरा जीवननी रट रटतां रहीए            

नथी मळतो सदा संगाथ मनगमतो धणाने 
न गमताने पछी गमता करी भळता रहीए 

समजता आवडे तो जोइए शुं..मानवीने 
बधुं समजी शके ए व्हेममां रचतां रहीए

अमे भजता भजी गझलो’महोतरमा’नां नामे
गझल मीरा,तने राधा..गणी जपता रहीए 
-नरेश के.डॉडीया
નથી ગમતા ધણા કામો,છતા કરતા રહીએ 
પછી બ્હાના બતાવી જાતને છળતા રહીએ 

નથી ગમતું ઘણું એવું છતા હસતા રહીએ 
નથી ફસવું છતા જંજાળમા ફસતા રહીએ 

કરીને પ્રેમ પસ્તાવો શુ કરવાનો અહીંયાં                        
ફરીથી પ્રેમમાં તારા સદા પડતાં રહીએ             

મળે છે માંગવાથી તો,દુઆ કરતા રહેશે 
નથી મળતું છતા,રબની સામે કરગરતાં રહીએ 

અહી કાયમ મગજને દિલનો ઝઘડો હોય દોસ્તો      
પછી ગઝલો લખીને સૂખમાં હસતા રહીએ 

નથી તડકો,નથી છાયો,બધી મૌસમ છે સરખી        
બગીચો હોય કે રણ હોય,બસ ખિલતાં રહીએ            

જમાવટ તો અમારા એ જમાનામા કરી'તી 
સદા પાછોતરા જીવનની રટ રટતાં રહીએ            

નથી મળતો સદા સંગાથ મનગમતો ધણાને 
ન ગમતાને પછી ગમતા કરી ભળતા રહીએ 

સમજતા આવડે તો જોઇએ શું..માનવીને 
બધું સમજી શકે એ વ્હેમમાં રચતાં રહીએ

અમે ભજતા ભજી ગઝલો’મહોતરમા’નાં નામે
ગઝલ મીરા,તને રાધા..ગણી જપતા રહીએ 
-નરેશ કે.ડૉડીયા
Advertisement