एक हेल्लोथी हाशकारो थाय छे Gujarati Gazal By Naresh K. Dodia

एक हेल्लोथी हाशकारो थाय छे Gujarati Gazal By Naresh K. Dodia
एक हेल्लोथी हाशकारो थाय छे Gujarati Gazal By Naresh K. Dodia
एक हेल्लोथी हाशकारो थाय छे
ने अचानक मारी उदासी जाय छे

एमनु मीठुं स्मित छे साकर-समु
खांडनी बदले’चाह’मा वपराय छे

साव अणधड व्हेवार करता होय पण
लागणीओ एमा छुपी वरताय छे

वात एनी पूरी कदी थाती नथी
ए बहाने मळवानी तक सर्जाय छे

साव नोखी माटी ने नोखो भाव लइ
प्रेममा नवतर घाट थइ परखाय छे

एक किस्सानो अंत ज्या आवे नही
जे गझलमा शब्दो रूपे धरबाय छे

तारी ने मारी जात वच्चे फर्क शु?
तु विचारे जे शब्द मारा गाय छे

दर्द ज्यारे मारा विरहनु खळभळे
तो "महोतरमा"नां नयन छलकाय छे
-नरेश के.डॉडीया
એક હેલ્લોથી હાશકારો થાય છે
ને અચાનક મારી ઉદાસી જાય છે

એમનુ મીઠું સ્મિત છે સાકર-સમુ
ખાંડની બદલે’ચાહ’મા વપરાય છે

સાવ અણધડ વ્હેવાર કરતા હોય પણ
લાગણીઓ એમા છુપી વરતાય છે

વાત એની પૂરી કદી થાતી નથી
એ બહાને મળવાની તક સર્જાય છે

સાવ નોખી માટી ને નોખો ભાવ લઇ
પ્રેમમા નવતર ઘાટ થઇ પરખાય છે

એક કિસ્સાનો અંત જ્યા આવે નહી
જે ગઝલમા શબ્દો રૂપે ધરબાય છે

તારી ને મારી જાત વચ્ચે ફર્ક શુ?
તુ વિચારે જે શબ્દ મારા ગાય છે

દર્દ જ્યારે મારા વિરહનુ ખળભળે
તો "મહોતરમા"નાં નયન છલકાય છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment