ज्या प्रेम करवानी मना छे त्या मळीए छीए Gujarati Gazal By Naresh K. Dodia

ज्या प्रेम करवानी मना छे त्या मळीए छीए Gujarati Gazal By Naresh K. Dodia
ज्या प्रेम करवानी मना छे त्या मळीए छीए Gujarati Gazal By Naresh K. Dodia
ज्या प्रेम करवानी मना छे त्या मळीए छीए
ज्या स्मित करवानी मना छे त्या हसीए छीए

ज्यां कोइ ताळामेळ जीवनना नथी मळवाना
त्या जिंदगीना दाखला अघरा गणीए छीए

शुं एक भवमां कोइथी बे भव कदी जीवायुं?
ज्या वेण सामा आववाना..त्या तरीए छीए

ओळख वगरना आपणे बे कयां सुधी चालीशुं?
सौनी नजरमां ए ज कारणथी चडीए छीए         

भरपूर मळवानी कदी तक आपणे ना मळशे
बस एक बीजानी छबी जोता रडीए छीए

हुं संत जेवो तो कोइ’दी ना इथ शकुं,जीवनमां
सारा-पणानो रोज आंडंबर करीए छीए

आ रण-समी छे जिंदगी..ने जात हरणा जेवी
बस झांझवानी प्यासमा खुदने छळीए छीए

कागळ कलम वच्चे जुले छे आयखानी आशा
ने लागणीनो भार अडता बस नमीए छीए

केवी छणावट छे’महोतरमा’गझलमा मारी
शणगार तारा स्मितनो सघळो लखीए छीए
-नरेश के.डॉडीया
જ્યા પ્રેમ કરવાની મના છે ત્યા મળીએ છીએ
જ્યા સ્મિત કરવાની મના છે ત્યા હસીએ છીએ

જ્યાં કોઇ તાળામેળ જીવનના નથી મળવાના
ત્યા જિંદગીના દાખલા અઘરા ગણીએ છીએ

શું એક ભવમાં કોઇથી બે ભવ કદી જીવાયું?
જ્યા વેણ સામા આવવાના..ત્યા તરીએ છીએ

ઓળખ વગરના આપણે બે કયાં સુધી ચાલીશું?
સૌની નજરમાં એ જ કારણથી ચડીએ છીએ         

ભરપૂર મળવાની કદી તક આપણે ના મળશે
બસ એક બીજાની છબી જોતા રડીએ છીએ

હું સંત જેવો તો કોઇ’દી ના ઇથ શકું,જીવનમાં
સારા-પણાનો રોજ આંડંબર કરીએ છીએ

આ રણ-સમી છે જિંદગી..ને જાત હરણા જેવી
બસ ઝાંઝવાની પ્યાસમા ખુદને છળીએ છીએ

કાગળ કલમ વચ્ચે જુલે છે આયખાની આશા
ને લાગણીનો ભાર અડતા બસ નમીએ છીએ

કેવી છણાવટ છે’મહોતરમા’ગઝલમા મારી
શણગાર તારા સ્મિતનો સઘળો લખીએ છીએ
-નરેશ કે.ડૉડીયા
Advertisement