भीतर लगी क्षणनो सतत संचार छे Gujarati Gazal By Naresh K. Dodia

भीतर लगी क्षणनो सतत संचार छे Gujarati Gazal By Naresh K. Dodia
भीतर लगी क्षणनो सतत संचार छे Gujarati Gazal By Naresh K. Dodia
भीतर लगी क्षणनो सतत संचार छे
लखता रहेवा कोईनो आभार छे

लीलुं-सूकुं सघळुं ह्रदयमां साचवुं
मारी गझल रणथी नदीनो सार छे

अस्तित्वथी पर मानवी क्यां शोधवो?
वखतो-वखत माणस नवो आकार छे

ए आइलाईनर करे तो शुं हुं कहुं        
जाणे अनोंखों आंखनो शृंगार छे            

व्हेवानी बळजबरीथी जो पाडॉ फरज 
दरियाने रण वच्चे नदी लाचार छे

कायम ऊगी ने आथमुं छुं सूर्य थई
आ चांद साथे रोजनी तकरार छे

आ लागणी ने स्त्री वचाळे फर्क शुं?
घायल करे ए बेउनां औजार छे

जे प्रेममां पडता डरे कहेवुं शुं दोस्त?                 
एनुं जीवन खंडेर सम भेकार छे      

मारो अरीसो रोज बोले छे मने    
चाहे छे कोई एमनो नीखार छे                

वरसो सुधी तरसी ‘महोतरमा’ तने
मारी तरसमां चातकी अणसार छे
-नरेश के.डॉडीया
ભીતર લગી ક્ષણનો સતત સંચાર છે
લખતા રહેવા કોઈનો આભાર છે

લીલું-સૂકું સઘળું હ્રદયમાં સાચવું
મારી ગઝલ રણથી નદીનો સાર છે

અસ્તિત્વથી પર માનવી ક્યાં શોધવો?
વખતો-વખત માણસ નવો આકાર છે

એ આઇલાઈનર કરે તો શું હું કહું        
જાણે અનોંખોં આંખનો શૃંગાર છે            

વ્હેવાની બળજબરીથી જો પાડૉ ફરજ 
દરિયાને રણ વચ્ચે નદી લાચાર છે

કાયમ ઊગી ને આથમું છું સૂર્ય થઈ
આ ચાંદ સાથે રોજની તકરાર છે

આ લાગણી ને સ્ત્રી વચાળે ફર્ક શું?
ઘાયલ કરે એ બેઉનાં ઔજાર છે

જે પ્રેમમાં પડતા ડરે કહેવું શું દોસ્ત?                 
એનું જીવન ખંડેર સમ ભેકાર છે      

મારો અરીસો રોજ બોલે છે મને    
ચાહે છે કોઈ એમનો નીખાર છે                

વરસો સુધી તરસી ‘મહોતરમા’ તને
મારી તરસમાં ચાતકી અણસાર છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement