तुं मारामां जरा विश्वास राखी जात सोपी दे Gujarati Gazal By Naresh K. Dodia

तुं मारामां जरा विश्वास राखी जात सोपी दे Gujarati Gazal By Naresh K. Dodia
तुं मारामां जरा विश्वास राखी जात सोपी दे Gujarati Gazal By Naresh K. Dodia
तुं मारामां जरा विश्वास राखी जात सोपी दे
तु आ शायरनी मिलकत छॉ बधा सामे ए बोली दे       

थती रहे छे भूलोथी लइने नादानी धणी वखते
हुं तारो अंश छुं मानी तुं तारी जीद छोडी दे    

नथी मळतां जगतमां बंध आंखे चाहनाराओ
तुं दर्पण जेम मुजने जोइ तारो भेद खोली दे

छे सहरानी तरस मारा नयनमां एक तारे काज
तुं तारा स्पर्शनी छलछलती उर्मिओनी दोणी दे

हथेळी पर हु नकशो जगनो लइ शोधुं छुं तुं क्यां छे?
अचानक तुं मळीने क्यांकथी खुद मुजने शोधी दे

अमारा श्वास तो हरणा समां हाफे छे दी’ने रात
फूलो जेवां हुफाळा उरमां तुं मुजने परोवी दे

अमे दरियामाथी मोतीओ शोधीने करीए शुं?
खुदाने कहुं छुं तारा सम मजांनुं एक मोती दे

"महोतरमां" धणी जोइ छे सुंदर नार ताराथी
मने तो मात्र तुंजने जोंउ एवी आंख नोखी दे
-नरेश के.डॉडीया

તું મારામાં જરા વિશ્વાસ રાખી જાત સોપી દે
તુ આ શાયરની મિલકત છૉ બધા સામે એ બોલી દે       

થતી રહે છે ભૂલોથી લઇને નાદાની ધણી વખતે
હું તારો અંશ છું માની તું તારી જીદ છોડી દે    

નથી મળતાં જગતમાં બંધ આંખે ચાહનારાઓ
તું દર્પણ જેમ મુજને જોઇ તારો ભેદ ખોલી દે

છે સહરાની તરસ મારા નયનમાં એક તારે કાજ
તું તારા સ્પર્શની છલછલતી ઉર્મિઓની દોણી દે

હથેળી પર હુ નકશો જગનો લઇ શોધું છું તું ક્યાં છે?
અચાનક તું મળીને ક્યાંકથી ખુદ મુજને શોધી દે

અમારા શ્વાસ તો હરણા સમાં હાફે છે દી’ને રાત
ફૂલો જેવાં હુફાળા ઉરમાં તું મુજને પરોવી દે

અમે દરિયામાથી મોતીઓ શોધીને કરીએ શું?
ખુદાને કહું છું તારા સમ મજાંનું એક મોતી દે

"મહોતરમાં" ધણી જોઇ છે સુંદર નાર તારાથી
મને તો માત્ર તુંજને જોંઉ એવી આંખ નોખી દે
-નરેશ કે.ડૉડીયા
Advertisement