एकलो कोइने कदी मळतो नथी Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
एकलो कोइने कदी मळतो नथी Gujarati Gazal By Naresh K. Dodia |
एकलो कोइने कदी मळतो नथी
ब्हार तारामाथी हुं नीकळतो नथी
साव मेलो लागुं भले सौने अहीं
स्मित आपीने कोइने छळतो नथी
धारणाथी आगळ जवातुं पण नथी
सांज पडता हुं सूर्य थइ ढळतो नथी
स्पर्शनी मोधेंरी जणस दइ गइ पछी
फूलने जोइने हुं सळवळतो नथी
जे नशानां आदी बने शायर अहीं
सौंदर्य जोइने हुं खळभळतो नथी
एक आदत ज्यां पाडवानी होय छे
एकलो खुदने जोइ खळभळतो नथी
शब्दोने मोधेरी जणस मानी छे में
शब्दमां पोलमपोल सांकळतो नथी
काठियावाडी बोलनो पांबंध छुं
दइ वचन हुं पाछो कदी वळतो नथी
प्रेम तो एनो ए “महोतरमां” रहे
लागणीने मिलकत गणी रळतो नथी
-नरेश के.डॉडीया
એકલો કોઇને કદી મળતો નથી
બ્હાર તારામાથી હું નીકળતો નથી
સાવ મેલો લાગું ભલે સૌને અહીં
સ્મિત આપીને કોઇને છળતો નથી
ધારણાથી આગળ જવાતું પણ નથી
સાંજ પડતા હું સૂર્ય થઇ ઢળતો નથી
સ્પર્શની મોધેંરી જણસ દઇ ગઇ પછી
ફૂલને જોઇને હું સળવળતો નથી
જે નશાનાં આદી બને શાયર અહીં
સૌંદર્ય જોઇને હું ખળભળતો નથી
એક આદત જ્યાં પાડવાની હોય છે
એકલો ખુદને જોઇ ખળભળતો નથી
શબ્દોને મોધેરી જણસ માની છે મેં
શબ્દમાં પોલમપોલ સાંકળતો નથી
કાઠિયાવાડી બોલનો પાંબંધ છું
દઇ વચન હું પાછો કદી વળતો નથી
પ્રેમ તો એનો એ “મહોતરમાં” રહે
લાગણીને મિલકત ગણી રળતો નથી
-નરેશ કે.ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a comment