ओ,झाकळ सूर्यथी तुं क्यां लगी बचती रहेवानी? Gujarati Gazal By Naresh K. Dodia

ओ,झाकळ सूर्यथी तुं क्यां लगी बचती रहेवानी? Gujarati Gazal By Naresh K. Dodia
ओ,झाकळ सूर्यथी तुं क्यां लगी बचती रहेवानी? Gujarati Gazal By Naresh K. Dodia
ओ,झाकळ सूर्यथी तुं क्यां लगी बचती रहेवानी?
सुरजनी आंखमां तुं कायमी खटती रहेवानी                             

बधां पंखीओने डाळॉ कदी गमती नथी मळती
घणा धरनां छजे टहुकाओनी मस्ती रहेवानी

बगीचामां हवे कोइने फरवानुं नथी गमतुं
फलावरवाझमां खूश्बू नकल करती रहेवानी

अमारी आंखने आ पानखर क्यारेय ना अडकी
विरहमां आखं साथे आंसुनी वस्ती रहेवानी

अमारा टेरवाने एक आदत मात्र तारी छे
हवे त्यां कांयमीना झंखनां उगती रहेवानी

सतत ज्यां खालिपानुं राज चाले आभमां,तेथी ज
आ धरती पर सतत जोडी नवी बनती रहेवानी

अमारा छो ए साबित करवानुं क्या जरूरी छे?
घडकता दिलमा कायम प्रेमनी तख्ती रहेवानी

सतत लडवानु आव्युं एकलाने केम तुं समजाव?
सहीयारी ए सघळी सांज बस पडती रहेवानी

करे छे शायरी ने मानवीने प्रेम जे शायर
“महोतरमां” ए शायर दिलमां कलरवती रहेवानी
-नरेश के.डॉडीया
ઓ,ઝાકળ સૂર્યથી તું ક્યાં લગી બચતી રહેવાની?
સુરજની આંખમાં તું કાયમી ખટતી રહેવાની                             

બધાં પંખીઓને ડાળૉ કદી ગમતી નથી મળતી
ઘણા ધરનાં છજે ટહુકાઓની મસ્તી રહેવાની

બગીચામાં હવે કોઇને ફરવાનું નથી ગમતું
ફલાવરવાઝમાં ખૂશ્બૂ નકલ કરતી રહેવાની

અમારી આંખને આ પાનખર ક્યારેય ના અડકી
વિરહમાં આખં સાથે આંસુની વસ્તી રહેવાની

અમારા ટેરવાને એક આદત માત્ર તારી છે
હવે ત્યાં કાંયમીના ઝંખનાં ઉગતી રહેવાની

સતત જ્યાં ખાલિપાનું રાજ ચાલે આભમાં,તેથી જ
આ ધરતી પર સતત જોડી નવી બનતી રહેવાની

અમારા છો એ સાબિત કરવાનું ક્યા જરૂરી છે?
ઘડકતા દિલમા કાયમ પ્રેમની તખ્તી રહેવાની

સતત લડવાનુ આવ્યું એકલાને કેમ તું સમજાવ?
સહીયારી એ સઘળી સાંજ બસ પડતી રહેવાની

કરે છે શાયરી ને માનવીને પ્રેમ જે શાયર
“મહોતરમાં” એ શાયર દિલમાં કલરવતી રહેવાની
-નરેશ કે.ડૉડીયા
Advertisement