हु प्रवासी मात्र तारा एकांतमां होउ छुं Gujarati Gazal By Naresh K. Dodia

हु प्रवासी मात्र तारा एकांतमां होउ छुं Gujarati Gazal By Naresh K. Dodia
हु प्रवासी मात्र तारा एकांतमां होउ छुं Gujarati Gazal By Naresh K. Dodia
हु प्रवासी मात्र तारा एकांतमां होउ छुं
पण विचारोमां दिवस साथे रातमां होउ छुं

भीड प्हेरी छे सतत एकलतानी वच्चे अहीं
हुं स्मरणना एकलोता आधातमां होंउ छुं 

धारणा अटकळथी आगळ एवुं मळे छे घणुं  
तोय तारा मननी नवतर रजुआतमां होंउ छुं

वीजळीनी नाद साथे वरसाद जेवो छुं हुं 
शब्द साथे कायमी झंझावातमां होंउ छुं

रोज प्हेरण जेम प्हेरी फेकी ना शकशो मने  
छुंदणाना मोरनी माफक भातमां होंउ छुं

तुं पूराणी ए बधी वातोने भूली जा हवे 
सौने माफक होय एवी औकातमां होउ छुं

तोडवी पडशे प्रथा तारी धारणानी हवे 
वाडबंधी अटके एवी हुं ज्ञातमां होउं छुं                             

रोज पीगळवानी धटना जेवुं बने छे सतत   
फूल जेवी तुं ने हुं झाकळ जातमां होंउ छुं

ए”महोतरमां”मळे त्यारे शब्द फूटे मने 
ए पछी लागे के मारी वीसातमां होंउ छुं
-नरेश के.डॉडीया
હુ પ્રવાસી માત્ર તારા એકાંતમાં હોઉ છું
પણ વિચારોમાં દિવસ સાથે રાતમાં હોઉ છું

ભીડ પ્હેરી છે સતત એકલતાની વચ્ચે અહીં
હું સ્મરણના એકલોતા આધાતમાં હોંઉ છું 

ધારણા અટકળથી આગળ એવું મળે છે ઘણું  
તોય તારા મનની નવતર રજુઆતમાં હોંઉ છું

વીજળીની નાદ સાથે વરસાદ જેવો છું હું 
શબ્દ સાથે કાયમી ઝંઝાવાતમાં હોંઉ છું

રોજ પ્હેરણ જેમ પ્હેરી ફેકી ના શકશો મને  
છુંદણાના મોરની માફક ભાતમાં હોંઉ છું

તું પૂરાણી એ બધી વાતોને ભૂલી જા હવે 
સૌને માફક હોય એવી ઔકાતમાં હોઉ છું

તોડવી પડશે પ્રથા તારી ધારણાની હવે 
વાડબંધી અટકે એવી હું જ્ઞાતમાં હોઉં છું                             

રોજ પીગળવાની ધટના જેવું બને છે સતત   
ફૂલ જેવી તું ને હું ઝાકળ જાતમાં હોંઉ છું

એ”મહોતરમાં”મળે ત્યારે શબ્દ ફૂટે મને 
એ પછી લાગે કે મારી વીસાતમાં હોંઉ છું
-નરેશ કે.ડૉડીયા
Advertisement