अधूरी कामनाओने हवे हुं मोक्ष आपुं छुं Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
अधूरी कामनाओने हवे हुं मोक्ष आपुं छुं Gujarati Gazal By Naresh K. Dodia |
अधूरी कामनाओने हवे हुं मोक्ष आपुं छुं
अमर आशा छे एने आज कहेवत दोष मानुं छुं
तमारी राह पथरीली हती एवुं अमे जाण्युं
तमारो पग हवे ज्यां जयां पडे त्यां धास वावुं छुं
नदी क्यारेक उफाणे चडे दरियो मने जाणी
तटे रेलो एनो प्होचे ए प्हेलां पाळ बांधुं छुं
जरूरत ज्यां मने पडती नथी एवी घणी वेळा
घणुं कहेवानुं मन ज्यां होय,पण हुं मौन पाळुं छुं
मने बोजो गणी फेकी नथी शकतां घणा लोको
जीवनमां ए ज लोकोनुं हमेशा मान राखुं छुं
अमारी चाहनामां फूल जेवी होय कोमळतां
हुं मारी मावजतमां फूल जेवी जात लागुं छुं
मळी छे जिंदगी बे-पळनी तो दिलथी सौ माणी लो
नथी मळती वितेली पळ,ए नक्कर सत्य जाणुं छुं
सतत एनी तरफदारी करी थाकी जवायुं छे
हुं मंदिरोने मस्जिदोने जोइ दूर भागुं छुं
करीने इश्क लोको घाव खमता जाय मुंगां थइ
सौने राहळ मळे ए शब्दनो मरहम लगाडुं छुं
महोतरमां तमे निंदरमां सपनां रोज माणो छो
अहींया हुं अजंपो लइ दिवस रात जागुं छुं.
– नरेश के. डॉडीया
અધૂરી કામનાઓને હવે હું મોક્ષ આપું છું
અમર આશા છે એને આજ કહેવત દોષ માનું છું
તમારી રાહ પથરીલી હતી એવું અમે જાણ્યું
તમારો પગ હવે જ્યાં જયાં પડે ત્યાં ધાસ વાવું છું
નદી ક્યારેક ઉફાણે ચડે દરિયો મને જાણી
તટે રેલો એનો પ્હોચે એ પ્હેલાં પાળ બાંધું છું
જરૂરત જ્યાં મને પડતી નથી એવી ઘણી વેળા
ઘણું કહેવાનું મન જ્યાં હોય,પણ હું મૌન પાળું છું
મને બોજો ગણી ફેકી નથી શકતાં ઘણા લોકો
જીવનમાં એ જ લોકોનું હમેશા માન રાખું છું
અમારી ચાહનામાં ફૂલ જેવી હોય કોમળતાં
હું મારી માવજતમાં ફૂલ જેવી જાત લાગું છું
મળી છે જિંદગી બે-પળની તો દિલથી સૌ માણી લો
નથી મળતી વિતેલી પળ,એ નક્કર સત્ય જાણું છું
સતત એની તરફદારી કરી થાકી જવાયું છે
હું મંદિરોને મસ્જિદોને જોઇ દૂર ભાગું છું
કરીને ઇશ્ક લોકો ઘાવ ખમતા જાય મુંગાં થઇ
સૌને રાહળ મળે એ શબ્દનો મરહમ લગાડું છું
મહોતરમાં તમે નિંદરમાં સપનાં રોજ માણો છો
અહીંયા હું અજંપો લઇ દિવસ રાત જાગું છું.
– નરેશ કે. ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a comment