संबंधना ज्यारे भळे विश्वास तो सर्जाय छे गझल Gujarati Gazal By Naresh K. Dodia

संबंधना ज्यारे भळे विश्वास तो सर्जाय छे गझल Gujarati Gazal By Naresh K. Dodia
संबंधना ज्यारे भळे विश्वास तो सर्जाय छे गझल Gujarati Gazal By Naresh K. Dodia
संबंधना ज्यारे भळे विश्वास तो सर्जाय छे गझल
आ लागणी ज्यारे उफाणे होय तो छलकाय छे गझल        

छे तंग मारा श्वासना हणहणता अश्वो जोइने तने
मारी सखीनां स्पर्शनां कामणथी लथबथ थाय छे गझल                 

मीरा हती,राधा हतीने,एक शबरी इंतजारमां
ने एक शायरना ह्रदयमा राव थइ अथडाय छे गझल

राधा अने कानानुं आ एकत्व मारा शब्दमां मळे           
एवा धवलने श्याम रंगे जोइ ले रंगाय छे गझल           

आखी तवंगरनी भरी वस्तीमा हुं देखांउ छुं अलग                  
दइ बादशाही शब्दनी जाहेरमां हरखाय छे गझल             

मस्ती वगरनी एक पळ होती नथी तु ज्यारथी मळी
तारी पनाहे सुखनी रेलमछेलमा मलकाय छे गझल

तु विश्व आखामा फरे छे रूप राधानुं सजी-घजी
तुं जाय छे ज्या,त्यांय तारा नामथी चर्चाय छे गझल

आ वेदनाना त्रासमाथी जे घडीए मुक्त हुं थयो
आ इश्कना तारा अनोखा गीत मीठा गाय छे गझल     

हिबके चडेला मानवी वच्चे खूशी बाटी शकुं छुं दोस्त         
लोकोना दुखने दूर करवा सारुं जो वपराय छे गझल              
                                
लोको "महोतरमा" विशे अकसर पूछे जाहेरमा,पछी 
तारा विचारे मुग्ध मानूनी समी शरमाय छे गझल
-नरेश के.डॉडीया
સંબંધના જ્યારે ભળે વિશ્વાસ તો સર્જાય છે ગઝલ
આ લાગણી જ્યારે ઉફાણે હોય તો છલકાય છે ગઝલ        

છે તંગ મારા શ્વાસના હણહણતા અશ્વો જોઇને તને
મારી સખીનાં સ્પર્શનાં કામણથી લથબથ થાય છે ગઝલ                 

મીરા હતી,રાધા હતીને,એક શબરી ઇંતજારમાં
ને એક શાયરના હ્રદયમા રાવ થઇ અથડાય છે ગઝલ

રાધા અને કાનાનું આ એકત્વ મારા શબ્દમાં મળે           
એવા ધવલને શ્યામ રંગે જોઇ લે રંગાય છે ગઝલ           

આખી તવંગરની ભરી વસ્તીમા હું દેખાંઉ છું અલગ                  
દઇ બાદશાહી શબ્દની જાહેરમાં હરખાય છે ગઝલ             

મસ્તી વગરની એક પળ હોતી નથી તુ જ્યારથી મળી
તારી પનાહે સુખની રેલમછેલમા મલકાય છે ગઝલ

તુ વિશ્વ આખામા ફરે છે રૂપ રાધાનું સજી-ઘજી
તું જાય છે જ્યા,ત્યાંય તારા નામથી ચર્ચાય છે ગઝલ

આ વેદનાના ત્રાસમાથી જે ઘડીએ મુક્ત હું થયો
આ ઇશ્કના તારા અનોખા ગીત મીઠા ગાય છે ગઝલ     

હિબકે ચડેલા માનવી વચ્ચે ખૂશી બાટી શકું છું દોસ્ત         
લોકોના દુખને દૂર કરવા સારું જો વપરાય છે ગઝલ              
                                
લોકો "મહોતરમા" વિશે અકસર પૂછે જાહેરમા,પછી 
તારા વિચારે મુગ્ધ માનૂની સમી શરમાય છે ગઝલ
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment