पीडाने एवी तो मे धमकावी हती Gujarati Gazal By Naresh K. Dodia

पीडाने एवी तो मे धमकावी हती Gujarati Gazal By Naresh K. Dodia
पीडाने एवी तो मे धमकावी हती Gujarati Gazal By Naresh K. Dodia
पीडाने एवी तो मे धमकावी हती
ने काननी नीचे ज बें नाखी हती   

प्रश्नो घणा खुदने पूछी शकतो नथी
दर्पणनी सामे वात में मांडी हती

वासण अभेराईमां जोवा ना मळे
मातानां आणानी जुनी यादी हती

नडती नथी जेने शरम के लाज ज्यां
मानवतानी मिशाल शरमाती हती      
  
जोइने मां भांगी तूटी भाषा फूटे 
बाळकनी भाषांमां ए किलकारी हती       

भोळी गणीने प्रेममां जेनां पड्यो
मामा शकुनीनी नवी भाणी हती

सरनामु मारूं एमने मळतुं नथी
तक्ती ह्रदयमां जेमनी टांगी हती

पामर हती सारी प्रतिक्षानी घडी
आघेथी चातक जेम में चाही हती

मारी “महोतरमा” मळी जे पादरे
वीस्मृत काव्योनी नवी खांभी हती
-नरेश के.डॉडीया
પીડાને એવી તો મે ધમકાવી હતી
ને કાનની નીચે જ બેં નાખી હતી   

પ્રશ્નો ઘણા ખુદને પૂછી શકતો નથી
દર્પણની સામે વાત મેં માંડી હતી

વાસણ અભેરાઈમાં જોવા ના મળે
માતાનાં આણાની જુની યાદી હતી

નડતી નથી જેને શરમ કે લાજ જ્યાં
માનવતાની મિશાલ શરમાતી હતી      
  
જોઇને માં ભાંગી તૂટી ભાષા ફૂટે 
બાળકની ભાષાંમાં એ કિલકારી હતી       

ભોળી ગણીને પ્રેમમાં જેનાં પડ્યો
મામા શકુનીની નવી ભાણી હતી

સરનામુ મારૂં એમને મળતું નથી
તક્તી હ્રદયમાં જેમની ટાંગી હતી

પામર હતી સારી પ્રતિક્ષાની ઘડી
આઘેથી ચાતક જેમ મેં ચાહી હતી

મારી “મહોતરમા” મળી જે પાદરે
વીસ્મૃત કાવ્યોની નવી ખાંભી હતી
-નરેશ કે.ડૉડીયા
Advertisement