तारा विचारोए हवे माजा मूकी छे Gujarati Gazal By Naresh K. Dodia

तारा विचारोए हवे माजा मूकी छे Gujarati Gazal By Naresh K. Dodia
तारा विचारोए हवे माजा मूकी छे Gujarati Gazal By Naresh K. Dodia
तारा विचारोए हवे माजा मूकी छे
तेथी ज मारा शब्दने वांचा फूटी छे

तुं वांसळीना ख्यालमां राच्या करे छे
ने द्रारकामा चक्रधर केवो दूखी छे

तुं साचवीने राखजे समजण अनोखी
मारा बधी उर्मिनी तुं ताळा-कुची छे

दरबार आंखोमां भरायो छे विरहनो
फरियाद करती पापणॉ आखर झूकी छे

पाछोतरी यादोनी मौसम केम रोकुं?
स्पर्शी छे तुं ज्या,भेजवाळी ए भूमि छे

मारी कहानी तुं ने हुं बेथी पूरी थइ
तुं ने हुं वच्चे चोपडी आखी पूरी छे

कहेवाइ छे के मानवीनुं मन छे चंचळ
तो आंख सामे स्थिर थइने कां उभी छे?

कोइनाथी सचवाइ नां एवी छे तुं नार
तारा तरीका तोरनी वातो जुदी छे.

संबधना नामे “महोतरमां” मळी गइ
ए पळथी मारा शब्दनी साची मुडी छे
-नरेश के.डॉडीया


તારા વિચારોએ હવે માજા મૂકી છે
તેથી જ મારા શબ્દને વાંચા ફૂટી છે

તું વાંસળીના ખ્યાલમાં રાચ્યા કરે છે
ને દ્રારકામા ચક્રધર કેવો દૂખી છે

તું સાચવીને રાખજે સમજણ અનોખી
મારા બધી ઉર્મિની તું તાળા-કુચી છે

દરબાર આંખોમાં ભરાયો છે વિરહનો
ફરિયાદ કરતી પાપણૉ આખર ઝૂકી છે

પાછોતરી યાદોની મૌસમ કેમ રોકું?
સ્પર્શી છે તું જ્યા,ભેજવાળી એ ભૂમિ છે

મારી કહાની તું ને હું બેથી પૂરી થઇ
તું ને હું વચ્ચે ચોપડી આખી પૂરી છે

કહેવાઇ છે કે માનવીનું મન છે ચંચળ
તો આંખ સામે સ્થિર થઇને કાં ઉભી છે?

કોઇનાથી સચવાઇ નાં એવી છે તું નાર
તારા તરીકા તોરની વાતો જુદી છે.

સંબધના નામે “મહોતરમાં” મળી ગઇ
એ પળથી મારા શબ્દની સાચી મુડી છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement