छेडखानी साव खुल्ले-आम शब्दोनी करी छे Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
छेडखानी साव खुल्ले-आम शब्दोनी करी छे Gujarati Gazal By Naresh K. Dodia |
छेडखानी साव खुल्ले-आम शब्दोनी करी छे
ए ज कारणथी गझलमां आं नजाकत नीखरी छे
सांजनां खूशी वधे छे ए मने मळवाने आवे
ए य जाणे छे गझलमां याद एनी चीतरी छे
साव भोळी तो जरा पण ए नथी ए हुं ज जाणुं
मुत्सदी एवी छे के जाणे ए नारी नागरी छे
ए मनोमन खुदनां अभिमानने पोष्या करे छे
मे अछोवाना करी नाहक हवा एमां भरी छे
आम तो ए साव सीधी होय छे कहेवांने खातर
एक मध्यामां छुपी अल्लड मजानी ए परी छे
हस्त रेखानो भरोसो केम राखी शकुं तुं बोल
तो ए क्हे छे प्रीतनी रीतो हथेळीथी बरी छे
भीतरे खालीपंणुं खळभळ थयु दरियानी अंदर
कोइ बोल्युं के किनारेथी नदी पाछी फरी छे
“महोतरमानो”दूरीमां पण सतत सहवाश माणुं
खानगी कहु तो बे दिलने जोडती कारीगरी छे
-नरेश के.डॉडीया
છેડખાની સાવ ખુલ્લે-આમ શબ્દોની કરી છે
એ જ કારણથી ગઝલમાં આં નજાકત નીખરી છે
સાંજનાં ખૂશી વધે છે એ મને મળવાને આવે
એ ય જાણે છે ગઝલમાં યાદ એની ચીતરી છે
સાવ ભોળી તો જરા પણ એ નથી એ હું જ જાણું
મુત્સદી એવી છે કે જાણે એ નારી નાગરી છે
એ મનોમન ખુદનાં અભિમાનને પોષ્યા કરે છે
મે અછોવાના કરી નાહક હવા એમાં ભરી છે
આમ તો એ સાવ સીધી હોય છે કહેવાંને ખાતર
એક મધ્યામાં છુપી અલ્લડ મજાની એ પરી છે
હસ્ત રેખાનો ભરોસો કેમ રાખી શકું તું બોલ
તો એ ક્હે છે પ્રીતની રીતો હથેળીથી બરી છે
ભીતરે ખાલીપંણું ખળભળ થયુ દરિયાની અંદર
કોઇ બોલ્યું કે કિનારેથી નદી પાછી ફરી છે
“મહોતરમાનો”દૂરીમાં પણ સતત સહવાશ માણું
ખાનગી કહુ તો બે દિલને જોડતી કારીગરી છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Famous Gujarati Gazal
No comments:
Post a comment