मारी उदासीनो कायमी विस्तार वधतो जाय छे Gujarati Gazal By Naresh K. Dodia

मारी उदासीनो कायमी विस्तार वधतो जाय छे Gujarati Gazal By Naresh K. Dodia
मारी उदासीनो कायमी विस्तार वधतो जाय छे Gujarati Gazal By Naresh K. Dodia
मारी उदासीनो कायमी विस्तार वधतो जाय छे
एनी कमीनो भाव मारा दिलमां भळतो जाय छे

मारी बुलंदीनी कदी परवा नथी करतो भला
एना चरणमा अंह मारो रोज नमतो जाय छे

एवा किनारा जेम मळवानुं अने खळभळवांनुं
डीवाइडरनी बेउ साइड जेम रस्तो जाय छे

जे आयनामा काल लग जोतो हतो मारी नकल
ए आयनो मुजनी असल प्हेचान धरतो जाय छे

आजे हुं ज्या छुं त्या हवे बीजो रचयता आवशे
दुनियामां आ धारो बधने लागुं पडतो जाय छे

एनी मुसीबतनुं कदी कारण नही बोली शके
ए शब्द साथे भेद जेवुं कैक लखतो जाय छे

आखुं जगत फरतो रह्यो त्यारे मळी छे तुं मने
मारी गझलमां प्यार तारो रोज सजतो जाय छे

कीबोर्ड साथे टेरवानो एक नातो जो थयो
बे दिलनी वच्चे दूरतानो व्याप घटतो जाय छे

मारी”महोतरमा” बनावी ते पछी धटना घटी
रचनाओ नवतर एक शायर रोज रचतो जाय छे
-नरेश के.डॉडीया



મારી ઉદાસીનો કાયમી વિસ્તાર વધતો જાય છે
એની કમીનો ભાવ મારા દિલમાં ભળતો જાય છે

મારી બુલંદીની કદી પરવા નથી કરતો ભલા
એના ચરણમા અંહ મારો રોજ નમતો જાય છે

એવા કિનારા જેમ મળવાનું અને ખળભળવાંનું
ડીવાઇડરની બેઉ સાઇડ જેમ રસ્તો જાય છે

જે આયનામા કાલ લગ જોતો હતો મારી નકલ
એ આયનો મુજની અસલ પ્હેચાન ધરતો જાય છે

આજે હું જ્યા છું ત્યા હવે બીજો રચયતા આવશે
દુનિયામાં આ ધારો બધને લાગું પડતો જાય છે

એની મુસીબતનું કદી કારણ નહી બોલી શકે
એ શબ્દ સાથે ભેદ જેવું કૈક લખતો જાય છે

આખું જગત ફરતો રહ્યો ત્યારે મળી છે તું મને
મારી ગઝલમાં પ્યાર તારો રોજ સજતો જાય છે

કીબોર્ડ સાથે ટેરવાનો એક નાતો જો થયો
બે દિલની વચ્ચે દૂરતાનો વ્યાપ ઘટતો જાય છે

મારી”મહોતરમા” બનાવી તે પછી ધટના ઘટી
રચનાઓ નવતર એક શાયર રોજ રચતો જાય છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement