प्यास मारी रात आखी यादमां तारी तडपती रही Gujarati Gazal By Naresh K. Dodia

प्यास मारी रात आखी यादमां तारी तडपती रही Gujarati Gazal By Naresh K. Dodia
प्यास मारी रात आखी यादमां तारी तडपती रही Gujarati Gazal By Naresh K. Dodia
प्यास मारी रात आखी यादमां तारी तडपती रही
आ कमानो लागणीओनी सतत मारी छटकती रही

आंसु मारा आखंमां सरता रहीने नाम तारूं रटे
ने छबी तारी सतत पापणने अडकी पलळती रही

छे लगन मारी टकोरा-बंध तारा श्वासने पामवा
ने हवानी जेम तारा ख्यालनी साथे पनपती रही

आ जनममां आपनु मळवुं भलेने शक्य ना होय पण
पामवा तने रसम-रीवाज साथे रोज लडती रही

हुं नथी दासी के तुं छे दास मारो,ते छता पण हुं तो
कायमी तने हुकम आपी ने मस्तीथी मलकती रही

पोत पोताना जगतमांथी कदी नवरा नथी माणसो
सात-दरिया पारथी तारी कमी शब्दोने अडती रही

कोइ आछकलाइ वर्तनमां कदी मारा न आवी शकी
ख्वाब तारा जोइने हुं मुग्ध-भावोमां लसरती रही

कोइनी तकदीर मांगीने मळे तो जोइए शुं भला
ए कसर मारी हथेळीनी महेंदीमा चडती रही

भलभलानी ज्यां गुमानी एक साथे ऊतरी जाय छे
इश्कनी राहे सफरमां नाम तारूं लइ अकडती रही

जिंदगीमां हमसफरनो साथ केवो रंग लावी शके?
ए दिवसथी आ”महोतरमां”गझलमां रंग भरती रही
-नरेश के.डॉडीया
પ્યાસ મારી રાત આખી યાદમાં તારી તડપતી રહી
આ કમાનો લાગણીઓની સતત મારી છટકતી રહી

આંસુ મારા આખંમાં સરતા રહીને નામ તારૂં રટે
ને છબી તારી સતત પાપણને અડકી પલળતી રહી

છે લગન મારી ટકોરા-બંધ તારા શ્વાસને પામવા
ને હવાની જેમ તારા ખ્યાલની સાથે પનપતી રહી

આ જનમમાં આપનુ મળવું ભલેને શક્ય ના હોય પણ
પામવા તને રસમ-રીવાજ સાથે રોજ લડતી રહી

હું નથી દાસી કે તું છે દાસ મારો,તે છતા પણ હું તો
કાયમી તને હુકમ આપી ને મસ્તીથી મલકતી રહી

પોત પોતાના જગતમાંથી કદી નવરા નથી માણસો
સાત-દરિયા પારથી તારી કમી શબ્દોને અડતી રહી

કોઇ આછકલાઇ વર્તનમાં કદી મારા ન આવી શકી
ખ્વાબ તારા જોઇને હું મુગ્ધ-ભાવોમાં લસરતી રહી

કોઇની તકદીર માંગીને મળે તો જોઇએ શું ભલા
એ કસર મારી હથેળીની મહેંદીમા ચડતી રહી

ભલભલાની જ્યાં ગુમાની એક સાથે ઊતરી જાય છે
ઇશ્કની રાહે સફરમાં નામ તારૂં લઇ અકડતી રહી

જિંદગીમાં હમસફરનો સાથ કેવો રંગ લાવી શકે?
એ દિવસથી આ”મહોતરમાં”ગઝલમાં રંગ ભરતી રહી
-નરેશ કે.ડૉડીયા
Advertisement